દેશરાજસ્થાન

દેશમાં નવા રાજ્યની માંગ : આદિવાસી સમાજે ડુંગરપુરમાં શક્તિપ્રદર્શન કરી ભીલ રાજ્ય બનાવવા સૂર ઉઠાવ્યો

  • વિશ્વ આદિવાસી દિવસ પર રાજસ્થાનના ડુંગરપુરમાં આદિવાસી સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન યોજાયું
  • કાર્યક્રમમાં રાજસ્થાન, ગુજરાત, ત્રિપુરા, આસામમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા

વિશ્વ આદિવાસી દિવસ પર આદિવાસી સમાજે ડુંગરપુરમાં શક્તિપ્રદર્શન કરી તેમની તાકાત દેખાડી… જિલ્લામાં આદિવાસી પરિવારો દ્વારા આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો… આ જ રીતે શહેરના સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં આત્મનિર્ભરતા અને આત્મ નિર્ણય થીમ પર કાર્યક્રમ યોજાયો.. કાર્યક્રમમાં રાજસ્થાન, ગુજરાત, ત્રિપુરા અને આસામમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થયા… કાર્યક્રમમાં આવેલા વક્તાઓએ ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધી અલગ રાજ્યની માંગ કરી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોને ઉખેડી ફેંકવાની આહવાન

અન્ય રાજ્યોમાંથી આવેલા વક્તાઓએ જુદા રાજ્યની માંગ કરવાની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ઉખેડી ફેંકવાની આહવાન કર્યું… તેમણે કહ્યું કે, 200 વર્ષ સુધી ગુલામ બનાવનારા અંગ્રેજો આપણને મિટાવી શકતા નથી… કેન્દ્ર અને રાજ્યની સરકારોને ઉંખેડી ફેંકો અને ભીલ રાજ્યનું સપનું સાકાર કરો… કાર્યક્રમમાં ચૌરાસીના ધારાસભ્ય રાજકુમારે કહ્યું કે, આ દિવસોને ઉજવવાની થીમને આદિવાસી સમાજે સમજવાની જરૂર છે. હવે સમય આવી ગયો છે કે, આદિવાસીઓને વોટ બેંક સમજી રાજકારણ બંધ કરવામાં આવે અને તેમના હિતમાં કામ કરવામાં આવે…

કાંકરી હિંસાને લઈ ઉઠી માંગ

કાર્યક્રમમાં સંબોધન કરતા અનૂતોષ રોતેએ કહ્યું કે, કાંકરી હિંસા બાદ ઘણા લોકો અને પરિવારો પરેશાન છે… આવી સ્થિતિમાં સરકારે સમાજની માંગણી સ્વિકારી તમામ કેસો પરત લઈ લેવા જોઈએ… ધારાસભ્ય રાજકુમારે કહ્યું કે, સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં જેટલા પણ લોકો એકઠા થયા છે, તેઓ જાતે આવ્યા છે, જ્યારે બાંસવાડાના માનગઢ ધામ પર કોંગ્રેસના કાર્યક્રમમાં લોકોને ત્રણસો-ત્રણસો રૂપિયા આપી લઈ જવાયા છે…. હાલના સમયમાં સમાજને લાલચ આપ્યા વગર એક કરવાની જરૂર છે.

સાગવાડા ધારાસભ્યએ ઉઠાવ્યો મણિપુરનો મુદ્દો

કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય રામપ્રસાદે મણિપુર હિંસાને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું… તેમણે પણ આદિવાસીઓની સુરક્ષાની માંગ કરવાની સાથે અલગ ભીલ રાજ્યનો અવાજ ઉઠાવ્યો…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button