ડાંગ

સુબીરની 4 ગ્રામ પંચાયતના સરપંચ સામે જાહેરહિતની રીટથી ફફડાટ

આરટીઆઇ એક્ટિવિસ્ટને માહિતી ન આપતા કરાયેલી કાર્યવાહી

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ સુબીર તાલુકાની ચાર ગ્રામ પંચાયતના સરપંચોએ આરટીઆઇ એક્ટિવિટીની માહિતી નહીં આપતા નારાજ થયેલ એક્ટિવિસ્ટએ હાઇકોર્ટમાં જાહેર હિતની અપીલ કરતા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના આહવાના જાગૃત આરટીઆઇ એક્ટિવિસ્ટ રાકેશભાઈ બી. પવાર દ્વારા 1લી સપ્ટેમ્બર 2022ના રોજ સુબીર તાલુકાના લવચાલી, નકટીયાહનવત, સેપુઆંબા અને ગારખડી ગ્રામ પંચાયતમાં સરકાર દ્વારા કરાયેલ ભંડોળ, ખર્ચની ગ્રાન્ટ સંબંધિત ચોક્કસ રેકોર્ડની માહિતી માંગી હતી.

જેમાં ગ્રામ પંચાયતો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગેલી માહિતી અરજદારને નહીં આપતા સંબંધિત અધિકારીને અપીલ કરી હતી. જેમાં અધિકારીએ અરજદારને દિન-15માં જવાબ આપવા આદેશ કર્યા હતા, તેમ છતાં ચારેય ગ્રામ પંચાયતો દ્વારા યોગ્ય સમયે અરજદારને માહિતી પૂરી પાડી ન હતી.

અરજદાર ભારતના નાગરિક હોય બંધારણના અનુચ્છેદ 226 અને 227 હેઠળ પ્રતિવાદીના ભાગની અનુરૂપ જવાબદારીઓ વિરુદ્ધ વૈધાનિક અને મૂળભૂત અધિકારોના અમલ માટે રિટ પિટિશન ફાઇલ કરી શકે છે. ડાંગ જિલ્લાના આહવાના રહીશ રાકેશભાઈ પવારે હાઇકોર્ટમાં ચારેય ગ્રામ પંચાયતો સામે જાહેર માહિતી અધિકાર હેઠળ માહિતી નહીં આપવા બાબતે જાહેર હિતની રીટ દાખલ કરતા ગ્રામ પંચાયતોમાં ચાલતો ભ્રષ્ટાચાર મામલે સરપંચોમા ફફડાટ ફેલાયો છે. ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતો દ્વારા સરકારી યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચારની બૂમ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button