મહુવાશિક્ષણ

ચાલુ શાળાએ ગુલ્લી મારી ક્રિકેટ રમવા જનાર મહુવા તાલુકાના શિક્ષકો વિરુદ્ધ લેખિત ફરિયાદ

પરવાનગી આપનાર મુખ્ય શિક્ષકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી‎

મહુવા તાલુકામાં જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના કેટલાક શિક્ષકો શાળા સમય દરમિયાન ગુલ્લી મારીને ક્રિકેટ રમવા ગયા હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ એક જાગૃત નાગરિક દ્વારા આ ક્રિકેટર શિક્ષકો તેમજ તેમને જવાની પરવાનગી આપનાર મુખ્ય શિક્ષકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની લેખિત ફરિયાદ શિક્ષણ વિભાગને કરવામાં આવતા તાલુકા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

જિલ્લા પંચાયત શિક્ષણ સંચાલિત શાળાના કેટલાક શિક્ષકો શાળા સમય દરમિયાન બાળકોને શિક્ષણ આપવાના બદલે નળધરા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા મેદાનમાં ઉતર્યા હતા.જે અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમા સતસ્વીર પ્રસિદ્ધ થતા જાગૃત નાગરિક નરેન્દ્રભાઈ ચૌધરી દ્વારા આ બાબતે મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષણા ધિકારી સહિત જિલ્લા શિક્ષણા ધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી આ ગંભીર બાબતે તપાસ કરી શાળામાંથી ગુલ્લી મારી ક્રિકેટ રમવા માટે જનાર શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

મહુવા તાલુકાના કાછલ ગામના જાગૃત નાગરિક અને એડવોકેટ નરેન્દ્રભાઈ ચૌધરી દ્વારા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદમા જણાવ્યું હતું કે શિક્ષકો શાળા સમય દરમિયાન વર્ગખંડ છોડી ક્રિકેટ રમવા જઈ શકે ? આ શિક્ષકોએ બાળકોના શિક્ષણ સાથે ગંભીર ચેડાં કર્યા છે. તેમજ શિક્ષક તરીકે ફરજ પ્રત્યે બેદરકાર રહીને શિક્ષણને લાંછન લગાડે તેવું કૃત્ય કર્યું છે. સરકાર સાથે છેતરપિંડી કરીને સરકારી નાણાંનો વ્યય કરવામાં આવ્યો છે. તો આવા શિક્ષકો સામે તપાસ કરી પગલાં લેવાની માંગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button