નર્મદા

ધારીખેડા પાસે કારે ટક્કર મારતાં બાઇક ચાલક યુવાને જીવ ગુમાવ્યો

નર્મદા જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતમાં મહિલા અને યુવાનના મોત થયાં છે. ધારીખેડા સુગરની કોલોનીમાં રહેતાં દેવેન્દ્ર શર્માના મોટાભાઇનો સાળો બાઇક લઇને જતો હતો ત્યારે ધારીખેડાના પેટ્રોલપંપ પાસે પુરઝડપે આવેલી કારે બાઇકને ટકકર મારતાં બાઇક ચલાવી રહેલાં માર્કંડેય ( રહે.કુમસગામ)ને ગંભીર ઇજા થતા તેનું સારવાર દરમિયાન મોત થયું છે. બીજા બનાવમાં એક મહિલાનું મોત થયું હતું. દેડિયાપાડાના બેસણા ગામના પુલ પાસે બે બાઇક અથડાઇ હતી. જેમાં શીશા ગામના કાકરાબારા ફળિયામાં રહેતાં શર્મિલાબેનનું મોત થયું છે. તે અને તેમના પતિ રમણ વસાવા બાઇક લઇને જઇ રહયાં હતાં તે સમયે પાછળથી પુરઝડપે આવેલી બાઇકે તેમની બાઇકને ટકકર મારી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button