નર્મદા

મહિલા મિત્રના પિતાએ ધમકાવતાં સાગબારાના સીમઆમલી ગામના નવી વસાહતમાં રહેતા યુવાને ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

નર્મદા જિલ્લામાં એક વિચિત્ર ઘટના બની છે. મહારાષ્ટ્રની હદમાં આવેલાં બિયરબારમાં મહિલા મિત્રના પિતાનો પ્રેમી સાથે ભેટો થઇ ગયો હતો જેમાં પિતાએ યુવાનને તેમની દિકરી સાથે વાત કરી છે તો જોઇ લેવાની ધમકી આપી હતી. બારમાંથી ઘરે ગયાં બાદ યુવાનને લાગી આવતાં તેણે ઝેરી દવા પી લેતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સાગબારાની સીમઆમલી ગામની વસાહતમાં રહેતો 24 વર્ષીય નિતેશ વસાવા મહારાષ્ટ્ર રાજયની હદમાં આવેલા સ્વાગત બિયર બારમાં ગયેલા તે દરમ્યાન તેમની મહિલા મિત્રના પિતા પણ સ્વાગત બિયર બારની આગળ જ ઓચિંતા આવી ગયાં હતાં.

તેમણે નિતેશને ધમકાવતાં કહયું હતું કે, તું આ બાજુ દેખાતો નહીં,તારે મારી દિકરી સાથે વાતો કરવી નહીં તેવું જણાવ્યું હતું. મહિલા મિત્રના પિતાએ આપેલી ધમકી બાદ યુવાન તેના ઘરે જતો રહયો હતો અને ઘરે જઇન પોતાના ઘરમાં રહેલી ઘાસ મારવાની દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સાગબારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર સ્વાગત પ્રથમ બાર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button