ગુનોમાંગરોળ

પોલીસને ધમકી આપવાના ગુનામાં ઝંખવાવના ઉપસરપંચની ધરપકડ

આરોપીને છોડાવા પીએસઆઈને ધક્કો મારી પાડી દઇ ધમકી આપી હતી

માંગરોળ તાલુકાના ઝંખવાવ પોલીસ સ્ટેશનમાં આરોપીને છોડવાના મુદ્દે હબાળો મચાવી પી.એસ.આઇધક્કો મારી પાડી દઈ, ધમકી આપવાના ગુનામાં નાસતા ફરતા ઝંખવાવ ગામના ઉપસરપંચને પોલીસે ઝડપી લીધો હતો.

એક માસ અગાઉ ઝંખવાવ ગામના શાહરૂખ હનીફ મુલતાની અને તાહિર જહીર મુલતાની નામના ઇસમે અનાજ કરિયાણાની  દુકાનના વેપારી વિક્રમ પુરારામ દેવાંશી સાથે ઝઘડો કરી માર માર્યો હતો. આ ગુનામાં વેપારીએ ફરિયાદ નોંધાવતા બંને આરોપીને પોલીસે ઝડપી લીધા હતા.

આ સમયે આરોપીના સગા અને ઝંખવાવ ગામના ઉપસરપંચ ગફુરભાઈ બક્ષુભાઈ મુલતાની એ પોલીસ સ્ટેશન આવી આરોપીને છોડાવવા પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. અને ઝંખવાવના પી.એસ.આઇ એ.જે દેસાઈને ધક્કો મારી પાડી દઈ કોર્ટમાં ફરિયાદ કરવાની ધમકી અને સરકારી કામમાં રૂકાવટ કરતા તારીખ 3 સપ્ટેમ્બરના રોજ આરોપી વિરુદ્ધ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જે. દેસાઈએ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ માંગરોળના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એચ.આર.પઢીયારને સોંપવામાં આવી હતી. ઝંખવાવ પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા આરોપી ગફુરભાઈ બક્ષુભાઈ મુલતાનીને માંગરોળના પી.એસ.આઇ એચ.આર પઢીયાર, હે.કો.સોહીલ વસાવા, હે.કો. આનંદભાઈ પ્રેમાભાઈ, પો.કો. નયનકુમાર ધીરજભાઈ, પો.કો. વિપુલભાઈ વિક્રમભાઈ, પો.કો. જયેશભાઈ ભુરાભાઈ, વગેરેની ટીમે આરોપીને ઝડપી લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button