દેશરમતગમત

સુપર ઓવરમાં ભારતની શાનદાર જીત, શ્રીલંકાને હરાવીને કર્યું ક્લીન સ્વીપ, સિરીઝ 3-0થી કબજે કરી

ભારતીય ટીમ અને શ્રીલંકાની વચ્ચે 3 મેચોની ટી20 સીરીઝની છેલ્લી મેચ મંગલવારે થયો હતો. પલ્લેકેલ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમાં રમાયેલ આ મેચમાં ઘણી રોમાંચક રીતે ટાઇ હતી. જેમાં સુપર ઓવરમાં ભારતીય ટીમે શાનદાર રીતે બાજી મારી લીધી હતી. જેમાં ભારતીય ટીમ સીરીઝમાં શ્રીલંકાને 3-0 થી ક્લીન સ્વીપ કર્યું હતું.

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયે 3 મેચોની ટી 20 સીરીઝની છેલ્લી મેચમાં ટોસ હારીને પહેલા બેટીંગ કરીને ભારતીય ટીમે 137 રન નો ટાર્ગેટ સેટ કર્યો હતો. જે શ્રીલંકાની ટીમે 8 વિકેટના અંતે 137 રન માર્યા હતા. જેના કારણે મુકાબલો ટાઇ થયો હતો. સુપર ઓવરમાં ભારતને 3 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ભારત માટે વોશિંગટનએ કરી સુપર ઓવર

પહેલી બોલ – વાઇડ

બીજી બોલ – કુસલ મેંડિસ 1 રન લીધો

ત્રીજી બોલ – કુસલ પરેરા કેચ આઉટ

ચોથી બોલ – કુસલ મેંડિસ કેચ આઉટ

શ્રીલંકામાં પ્રથમ વખત 3 મેચની શ્રેણી જીતી

શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમની 3 મેચોની આ બીજી દ્વિપક્ષીય T20 શ્રેણી છે. અગાઉ તે જુલાઈ 2021માં રમાઈ હતી, જ્યારે શ્રીલંકાએ આ શ્રેણી 2-1થી જીતી હતી. આ રીતે ભારતીય ટીમે શ્રીલંકામાં પ્રથમ 3 મેચની દ્વિપક્ષીય T20 શ્રેણી જીતી લીધી છે. એકંદરે, બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચોની કુલ 7 દ્વિપક્ષીય T20 શ્રેણી રમાઈ છે (વર્તમાન શ્રેણી સહિત). આ દરમિયાન ભારતે 6 વખત જીત મેળવી છે. જ્યારે શ્રીલંકા એક વખત જીત્યું છે. શ્રીલંકાની ટીમે આ એકમાત્ર શ્રેણી જુલાઈ 2021માં જ જીતી હતી.

ભારતીય ટીમ

યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રેયાન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ.

શ્રીલંકાની ટીમ

પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), કુસલ પરેરા, કામિન્દુ મેન્ડિસ, ચરિથ અસલંકા (કેપ્ટન), ચામિંદુ વિક્રમસિંઘે, વાનિન્દુ હસરાંગા, મહિષ તિક્ષાના, મથિશા પાથિરાના, અસિથા ફર્નાન્ડો અને રમેશ મેન્ડિસ.

Related Articles

Back to top button