ખુશાલપુરા નજીક કન્ટ્રક્શન સાઇટ પરથી 150 નંગ સેન્ટીંગ પ્લેટની ચોરી

વ્યારાના ખુશાલપુરા ગામની સીમમાં આવેલ શકુંન પાર્કમાં હાલ મકાનોના બાંધકામ ચાલી રહ્યા છે જ્યાં ઉપયોગમાં લેવાતી સેન્ટીંગની પ્લેટો મૂકવામાં આવે છે. બુધવારના માણસ કે એક પિકઅપ ટેમ્પોમાં 210 નંગ જેટલી સેન્ટીંગની પ્લેટો ચોરી અંગે વ્યારા પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
વ્યારાના ખુશાલપુરા નજીક નિલેશભાઈ દેવરાજભાઈ લુહારની શકુનપાક નામની કન્સ્ટ્રક્શન સાઈડ ચાલી રહી છે જ્યાં તેમણ 300 થી વધુ નંગ પ્લેટનો જથ્થો મૂકવામાં આવ્યો હતો. બુધવારના માણસ કે 3:30થી 4 ના સમયગાળા દરમિયાન પીકઅપ ટેમ્પામાં અંદાજિત 210 નંગ સેન્ટીંગની પ્લેટ અંદાજિત 1.50થી લાખથી વધુની ચોરી કરી લઈ જવાઈ રહી હતી. ત્યારે ત્યારે ત્યાં રહેતા એક સ્થાનિક ઈસમ સરફરાઝ દ્વારા જાગી જતા તસ્કરો પીકઅપ લઈને લોટરવા તરફ ભાગી છુટ્યા હતા. સરફરાજભાઈ દ્વારા તાત્કાલિક તેમનો પીછો કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ ભાગી જવામાં સફળ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શકુંન પાર્કમાં એક વર્ષમાં બીજી વાર ચોરી થઈ હતી જેને લઈને નિલેશ લુહાર દ્વારા વ્યારા પોલીસ અને એલસીબીમાં ફરિયાદ કરી ચોરોને પકડી કાર્યવાહી કરવા માગ કરી હતી.




