દેવમોગરા ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ટ પોટા ફળીયામાં ૩૫ વર્ષોથી વસતાં ૧૫૦ મતદારો સરકારની બધી સવલતોથી વંચિત
પંચાયત ધારોનો અધિનિયમ છતાં દેવમોગરા પંચાયતનાં પોટા ફળીયાના ૨૭ ઘરો માટે કોઈ કાર્યવાહી ન કરાતાં હાલના પીએમ આવાસના જીઓ - ટેકથી પણ વંચિત

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગોડદા ગામથી પાંચ કિલોમીટરના અંતરે સને -૧૯૮૧ થી લોકો વસવાટ કરે છે. પરંતુ તેમની પાસે આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, ઘરવેરા અને રેશનકાર્ડ એવા તમામ ડોક્યુમેન્ટ મોજુદ હોવા છતાં ૩૫ વર્ષોથી પીવાનું પાણી, લાઈટ, સરકારી યોજનાઓ, મનરેગાની યોજનાઓ, આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી એવી તમામ બાબતોથી વંચિત રાખવામાં આવેલ છે. અને હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેક્ષણમાં ૨૭ ઘરો પાસે તમામ પ્રકારના દસ્તાવેજો હોવા છતાં સર્વે કરવામાં આવ્યું નથી.
દેવમોગરા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પોટા ફળીયાના લોકો સને -૧૯૮૧ થી ૨૭ જેટલા પરિવારો વસવાટ કરે છે. હાલમાં ૨૫૦ જેટલી લોક સંખ્યા હોઈ અને ૧૫૦ જેટલાં મતદારો છે. તેમ છતાં દર વર્ષે તેમના પ્રશ્નો હલ કરવાનો એજન્ટો રાખી તેમના મતો તો મેળવી લઈ તેમને આજ સુધી દેવમોગરા ગ્રામ પંચાયતે કોઈ કાર્યવાહી કરી નથી. તે કારણે આંગણવાડી, સ્કુલ, આરોગય, મનરેગાની રોજગારી, લાઈટ વગેરેથી વંચિત છે. અને કોઈ બિમારી કે ડિલીવરીના કેશોમાં પાંચ કિલોમીટર સુધી મહામહેનતે માથાવલી સુધી પહોચાડવુ પડે છે. ઉપરાત ચોમાસામાં મોસમમાં નાળામાં ભંયકર પુર આવતાં ભારે હાલાકીનો સામનો કરી જીવનો જોખમ ખેડવુ પડે છે. અને ફળીયાના લોકોની ઘણી વખત રજુઆત છતાં કોઈ વાત સાંભળી જ નથી. મતદારો હોવાછતાં ગ્રામ સભા આયોજીતની માહિતીથી વંચિત રહેતા લોકો હાલમાં અકળાઈ આવનારી કોઈપણ ચુંટણીમાં ચુંટણીમાં બહિષ્કાર કરવાનો મુડ બનાવી રહ્યાં છે.




