નર્મદા

સાગબારાના બેડાપાણી ગામે મહિલા મંચ સાગબારાની 17 મી વાર્ષિક સાધારણ સભા

321 સભ્ય જૂથોના મહિલાઓએ ભાગ લીધો

શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ સાગબારાની 17 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન તાલુકાના છેવાડાનુના એવા તાપી નદીના કિનારે વસેલ બેડાપાણી ગામે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા મંચ સાથે જોડાયેલ સભાસદ જૂથોની બહેનો ખુબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં સરકારના આત્મા વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા, બાગાયત વિભાગ, તથા સંકલિત બાળ વિકાસ વિભાગ, પોલીસ વિભાગ અને આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) જેવા વિભાગોએ  આમંત્રિત મહેમાન તરીકે ભાગ લીધો હતો. જેમાં મહિલા મંચના ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થાપક સમિતિના બહેનો દ્વારા એજન્ડા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ મંગળવારના રોજ શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ સાગબારા છેલ્લા 17 વર્ષોથી મહિલા સશક્તિકરણ અને વિકાસના કાર્યો કરી રહ્યું છે. જેમાં ખાસ કરીને, ગરીબો સુધી સરકારના લાભ પોહચાડવા, વંચિત સમુદાયો (વૃદ્ધ, વિધવા, વિકલાંગ, એકલ નારી, સગર્ભા/ ધાત્રી બહેન, નાના અને સીમાંત ખેડૂતો, બાળકો અને વાલીઓ, સંવેદનશીલ આદિવાસી જૂથ (કોટવાળિયા, ગોવાળિયા, કાથુડીયા..) જેવાઓનો વિકાસનું કાર્ય કરી રહ્યું છે. તથા હાલના સમયમાં આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)ના સહયોગથી 35 જેટલા ગામડાઓમાં લીંગ સમાનતા અંગે જે AGECS પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. તેને સરકારી અધિકારીઓ અને આવેલ તમામ મહેમાનો અને સભ્ય જૂથો દ્વારા કામગીરીને બિરદવવામાં આવી હતી. અને દરેક બાબતો સાગબારાના 55 ગામોમાં 248 જૂથો સાથે જે કાર્ય કરે છે તેને 17 મી વાર્ષિક સાધારણ સભામાં લોકો સુધી પોતાના વહીવટની પારદર્શિકતા તેઓના હિસ્સેદારો એવા જૂથો સુધી પોહચે તે માટેનો હતો.

મહિલા મંચ દ્વારા આ સાધારણ સભામાં  પ્રા.શા. બેડાપાણી ગામની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ 1 એપ્રિલ 2023 થી 31 માર્ચ 2024 હિસાબોનું વાંચન કરવામાં આવ્યું. જેમાં દરેક ખાતાવહીની સભ્ય જૂથો સમક્ષ રજૂ કરવામાં આવી. ત્યારાબાદ હાજર સભાસદ બહેનોમાંથી રૂટ પ્રમાણે વ્યવસ્થાપક કમિટીની રચના કરવામાં આવી. ત્યારબાદ મંત્રી અને ઓડિટરની નિમણુંક કરવામાં આવી.

આ સાધારણ સભામાં મહિલા મંચના કાર્યને બિરદાવીને બાગાયત વિભાગ દ્વારા સભ્ય જૂથના ‘બાગાયત કેનીન’ તાલીમના તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા. તથા બાગાયત વિભાગ દ્વારા કિચન ગાર્ડન માટે 250 જેટલા કીટ વિતરણ કરવામાં આવ્યા. ત્યારબાદ આવેલ તમામ સભાસદ બહેનો, ગામના વડીલો, મહેમાનોનો,અને પોલીસ સ્ટેશન ટીમનો આભાર માની સાધારણ સભા પુર્ણ જાહેર કરવામાં આવી.

Related Articles

Back to top button