તાપી
તાપી જિલ્લાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની બે ચીમનીને જમીનદોસ્ત કરવામાં આવી

તાપી જિલ્લાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની બે ચીમનીને સ્ક્રેપ કરી દેવામાં આવી. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 1 અને 2 નંબરની ચીમનીને જમીનદોસ્ત કરવામાં આવી છે. બન્ને ચીમની 1977થી થર્મલ પાવર સ્ટેશનમાં કાર્યરત હતી. એક ચીમનીમાંથી 120 મેગાવોટ એમ બન્ને ચીમની થઈ કુલ 240 મેગવોલ્ટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવતું હતું.
ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની બન્ને ચીમનીની સમય આવરદા પૂર્ણ થઈ ગઈ હતી. સાથે વીજળી ઉત્પાદનની કોસ્ટ પણ વધુ આવતા બન્ને ચીમનીને બ્લાસ્ટીંગ કરીને જમીનદોષ કરવામાં આવી હતી. આ બન્ને ચીમનીની જગ્યા પર નવો 800 મેગાવોટનો પ્લાન્ટ નાખવામાં આવશે. હાલ નવા 800 મેગાવોટના પ્લાન્ટનો રીપોર્ટ એપ્રૂવલ માટે મોકલવામાં આવ્યો છે. પ્લાન્ટ એપ્રૂવલ થાય પછી ત્યાં નવા 800 મેગાવોટના પ્લાન્ટનું કામ શરૂ કરવામાં આવશે.




