નર્મદા

રાજપીપળામાં 20 વર્ષથી ચાલતી નર્સિંગ કોલેજે છાત્રોના ભાવી સાથે ચેડા કર્યા

નર્સિંગ કોલેજ અમાન્ય જીએમઇઆરએસના પત્રમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

રાજપીપળામાં છેલ્લાં 20 વર્ષથી ચાલતી અને હજારો આદીવાસી છાત્રોઓ પાસેથી 2થી 3 લાખની ફી ઉઘરાવી નર્સિંગની તાલીમ આપનાર મા કામલ નર્સિંગ કોલેજને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની કોઇ મંજૂરી જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. નર્સિંગ કોલેજ પાસે મેડિકલ કાઉન્સિલની કોઇ પરવાનગી ન હોવા સાથે રાજ્યસરકાર માન્ય કોઇ યુનિવર્સિટી સાથે તે સંલગ્ન ન હોવાનું ધ્યાનમાં આવતાં હવે તેમાંથી અભ્યાસ કરી બહાર નિકળેલાં હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.

રાજપીપળા ખાતે ચાલતી માં કામલ નર્સિંગ કોલેજના છેલ્લા ત્રણ વર્ષથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંદાજિત 80 થી 90 જેટલા વિદ્યાર્થી ની સ્કોલરશીપ પાસ નથી થઈ એ બાબતે અને ઓરિજનલ ડોક્યુમેન્ટ કોલેજ આપવા નહોતી માંગતી, ફી ની વારંવાર ઉઘરાણી કરવી, બેંગલોર પરીક્ષા આપવા લઈ જવા, એક્ઝામ કોલ લેટર ના મળેથી પાછા આવવું પડે આવી બધી બાબતોથી આ સંસ્થા શંકાના દાયરામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓએ વિરોધ કરી એડમિશન કેન્સલ કરવા ઓરિજનલ ડોક્યુમેન્ટ પાછા માંગવા જીદ પકડી ત્યારે તેમને કોઈ સહકારના મળતા અંતે વિદ્યાર્થીઓએ ધારાસભ્ય ચૈતર વસાવાનો સંપર્ક કરી મદદ માંગી ત્યારે ધારાસભ્યએ શિક્ષણ મંત્રીને પત્ર લખી માહિતી માંગતા શિક્ષણ મંત્રીએ જાહેરમાં આ નર્સિંગ કોલેજને રાજ્ય સરકારની કોઈ મંજુરી મળી નથી તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ નર્સિંગ કોલેજોને જે માન્યતા આપે એ GMERS નાં સિનિયર તબીબે પણ કોલેજ અમાન્ય હોવાનો રિપોર્ટ આપ્યો છે.

કામલ નર્સિંગના સંચાલક ડો. અનિલ કેશર ગોહિલે જણાવ્યું હતું કે, માં કામલ ફાઉન્ડેશન દ્વારા રાજપીપળા ખાતે બેસિક હેલ્થ વર્કર કોર્સ ચલાવવામાં આવે છે જેની માન્યતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા આપવામાં આવેલ છે. જેમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલ કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ની મંજૂરી લાગુ જ પડતી નથી. સંસ્થા દ્વારા કોઈ નર્સિંગ સ્કૂલ કે નર્સિંગ કોલેજ ચલાવવામાં આવતી નથી પરંતુ જીએનએમ કોર્સ માટે એડમિશન અને ફેસિલિટેશન સેન્ટર ચલાવવામાં આવે છે. આદિવાસી વિદ્યાર્થીઓને છેતરી 2 થી 3 લાખની ફી ઉઘરાવી દિપક ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સંચાલિત‘માં કામલ નર્સિંગ કોલેજ રાજપીપલા એકદમ બોગસ સંસ્થા છે. તેના સંચાલકે સ્થાનિક આદિવાસી વિદ્યાર્થીઓને છેતરી 2 થી 3 લાખની ફી ઉઘરાવી છે. તેમને તેમની ફી પાછી મળે, તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટ પરત મળે અને સંચાલક સામે છેતરપિંડી કે અન્ય ગુનાઓ નોંધી ફરિયાદ દાખલ થાય એવી માંગ છે. જો આ માંગ નહિ સ્વિકારાય તો કલેકટર કચેરી બહાર ધારણા કરીશ ભાજપના નેતાઓ કેમ આ સંસ્થાના સંચાલકને છાવરે છે ખબર નથી પડતી. > ચૈતર વસાવા, ધારાસભ્ય, દેડીયાપાડા. સંકલનમાં કોલેજની માન્યતા અંગેનો પ્રશ્ન પુછાયો હતો પ્રશ્ન : દિપક ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સંચાલિત‘માં કામલ નર્સિંગ કોલેજ રાજપીપલા કઈ યુનિવર્સીટી સંલગ્ન છે? સરકારની કઈ શરતો અને ગાઈડ લાઈન મુજબ મંજુરી આપવામાં આવી છે? જવાબ : રાજપીપળા ખાતે મા કામલમાં સેન્ટરમાં હોસ્પિટલ નર્સિંગ કોર્ષના નામે પ્રવેશ આપવામાં આવે છે. જે સંસ્થાનું તા.13-11-24 ના રોજ રૂબરૂ મુલાકાત કરતાં તેઓ પાસે રાજ્ય સરકાર દ્વારા કોઇપણ જાતની નર્સિંગ ઇન્સ્ટીટ્યુટની માન્યતા આપવામાં આવેલ નથી. સદર કોર્ષ ભારત સરકાર દ્વારા પ્રમાણિત છે આવી જાહેરાત માં કામલ ફાઉન્ડેશન દ્વારા સૌશીયલ મીડીયા અને ચોપનીયા દ્વારા કરવામાં આવે છે અને પ્રવેશ કરાવવામાં આવે છે. આ સંસ્થા આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી જેથી આ સંસ્થા ખાતે તાલિમ મેળવતા તાલિમાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય થાય છે. તેમજ સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા નથી.

Related Articles

Back to top button