ડાંગ

ડાંગના મહાલપાડા ગામની 23 વર્ષીય યુવતી દવાખાને જવાનું કહી ગુમ

ડાંગ જિલ્લાના મહાલપાડા ગામની 23 વર્ષીય યુવતી તૃપ્તિબેન અશ્વિનભાઇ દેશમુખની શોધખોળ ચાલી રહી છે. પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાના જણાવ્યા અનુસાર, તૃપ્તિબેને પતિને આહવા દવાખાને જવાનું કહ્યું હતું અને પછીથી એસ.ટી. ડેપો પર હોવાનું જણાવ્યું હતું, ત્યારબાદ તેઓ ગુમ થઈ ગયા છે.

યુવતીનો દેખાવ ઘઉંવર્ણ, લંબગોળ ચહેરો અને મધ્યમ બાંધાનો છે. તેમની ઊંચાઈ 5 ફૂટ છે, આંખ અને વાળનો રંગ કાળો છે. ગુમ થતી વખતે તેમણે પંજાબી ડ્રેસ પહેર્યો હતો. તેઓ ડાંગી, ગુજરાતી અને મરાઠી ભાષા જાણે છે.

પતિએ આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કોઈને યુવતી વિશે માહિતી મળે તો આહવા પોલીસ કંટ્રોલ રૂમ (02631-220322/220658) અથવા આહવા પોલીસ સ્ટેશન (02631-220333) પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

Related Articles

Back to top button