નર્મદા
સાગબારના ઉમરકુઇ ગામ પાસે ઇકો ગાડીએ બાઈકને સામેથી અથાડતા બાઈક પર સવાર 3ને ઇજા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલાં ઉમરકુઈ ગામ પાસે ઇકો અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણને ફેક્ચર થયું હતું.
મળતી માહિતી અનુસાર સાગબારાના ભોરઆમલી ગામના સુનીલકુમાર સીંગાભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ ઇકો ગાડીના ચાલકે પોતાના કબજામાની ઇકો ગાડી પુરઝડપે રોંગ સાઇડમા હંકારી લાવી સામેથી આવતી 5 મોટર સાયકલને સામેથી ટક્કર મારી એકસીડન્ટ કરતા મોટર સાયકલ ઉપર આવી રહેલા હતા.
રમેશભાઇ દોરૂભાઇ વસાવા તથા વિક્રમભાઇ રડતીયાભાઇ વસાવા અને મથુરાબેન અમરસીંગભાઇ વસાવા ત્રણેયના મોટર સાયકલ સાથે રોડ ઉપર પડી જતા ત્રણેયને ફેકચરની ઇજા પહોંચાડી તથા શરીરે નાની મોટી ઇજા પહોંચાડી હતી. જેનો ગુનો કરતા સાગબારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




