ડાંગ
ડાંગ જિલ્લામાં રૂ. 3523 લાખના ખર્ચે 83.24 કિલોમીટરના 30 માર્ગો મંજુર

ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં ગ્રામીણ પ્રજાજનોની સુખાકારી માટે ચિંતિત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જુદા જુદા 30 જેટલા અંતરિયાળ માર્ગો માટે જોબ નંબર ફાળવાયા છે. ડાંગના ધારાસભ્ય વિજય પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર, ડાંગ જિલ્લાના પ્રજાજનોની લાગણી અને માંગણીનો સ્વીકાર કરતા સરકારે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના- 2024/25 માટે કુલ રૂ. 3523 લાખના ખર્ચે 83.24 કિલોમીટરના 30 માર્ગો મંજૂર કર્યા છે. આ માર્ગોનું રિસરફેસિંગ તથા મજબૂતિકરણ અને સ્ટ્રક્ચરની કામગીરી થતાં વાહન માલિકોને મોટી રાહત મળી રહેશે.
માર્ગોના કામો મંજૂર થયા છે. તેની વિગતો,
(1) આહવા તાલુકાના 6 માર્ગો,
(2) વઘઇ તાલુકાના 14 માર્ગો, અને
(3) સુબીર તાલુકાના 10 માર્ગોનો સમાવેશ કરાયો છે.




