નિઝર અને કુકરમુંડામાં રેતી ભરેલી રોયલ્ટી વગર અને ઓવરલોડ 5 હાઇવા પ્રાંત અધિકારીએ ઝડપ્યા

તાપીના નિઝર અને કુકરમુંડા તાલુકામાં ગત ગુરુવારના રોજ સાંજના સમયે નિઝર પ્રાંત અધિકારી રેતી વહન કરતી ટ્રકોની ચેકીંગમાં હતા. તે દરમ્યાન નિઝર તાલુકામાં આવેલ જુના કાવઠા ગામ તેમજ કુકરમુંડા તાલુકાના જુના કુકરમુંડા ગામની સીમમાંથી રોયલ્ટી વગર ગેર કાયદેસર રેતી ભરેલા ઓવર લોંડિગ પાંચ હાઇવા ટ્રકોને ઝડપી પાડ્યા હતા. જેમાં જુના કાવઠા ગામની સીમમાંથી આશરે 42 ટન જેટલી રેતી ભરેલ હાઇવો ટ્રક નંબર GJ-26-T-7593 તેમજ 43 ટન જેટલી રેતી ભરેલ હાઇવો ટ્રક નંબર GJ-26-U-7037 અને 41 ટન જેટલી રેતી ભરેલ હાઈવો ટ્રક નંબર GJ-26-T-9613 સહીત જુના કુકરમુંડા ગામની સીમમાંથી 45 ટન જેટલી રેતી ભરેલ હાઈવો ટ્રક નંબર GJ-26-U-3452 અને 36 ટન જેટલી રેતી ભરેલ હાઈવો ટ્રક નંબર GJ-26-T-9742ને ઝડપી પાડીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવા અંગે જાણવા મળી આવેલ છે.
નિઝર અને કુકરમુંડા તાલુકાની સીમાં વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીની અંદર પુષ્કળ પ્રમાણમાં રેતી ખનીજ સંપતિ આવેલ હોવાથી છેલ્લા કેટલાક વર્ષોથી પરપ્રાંતિ રેત માફિયાઓ બંને તાલુકામાં આવેલ ઘણા ગામોઓની સીમમાં તાપી નદીના કિનારે પોતના ડેરા તંબુ સાથે પડાવો નાખીને તાપી નદીમાં આધુનિક મશીનો ઉતારીને બેફામ ગેર કાયદેસર રીતે રેતી ખનીજ સંપતિનું ખનન કરી, રોયલ્ટી નામે સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડતા આવેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નિઝર, કુકરમુંડા તાલુકાના અનેક ગામોની સીમમાં તાપી નદીની અંદર રેત માફિયાઓએ પોતના આધુનિક મશીનો ઉતારીને બેફામ ગેર કાયદેસર રેતી ખનીજ સંપતિનું ખનન કરી રહ્યા છે. તેમ છતાં પણ તાપી જિલ્લા ભુસ્તર વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આટલું મોટું રેત માફિયાનનું સરકાર પર ચૂનો લગાડવાનું કામ ચાલે છે તો ભૂસ્તર વિભાગ શું કરે છે? કેમ એક્ષણમાં નથી? શું ભૂસ્તર વિભાગનું રેત માફિયા સાથે મેળાપણું નથી ને?


