ભરૂચમાં પુરવઠા વિભાગની બેઠક બાદ સસ્તા અનાજના દુકાણદારોનું સમાધાન, ક્વિન્ટલે 300 રૂ. કમિશન મળશે

પુરવઠા વિભાગ સાથે સસ્તા અનાજની દુકાનદારના એસોસિએશનની મળેલી બેઠકમાં સમાધાન થયું અને આખરે હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. જેમાં સસ્તા દુકાનદારોની 3 માગણી સરકારે સ્વીકારી છે, અને સરકાર સાથે સકારાત્મક ચર્ચા થયા બાદ સમાધાન થતા હડતાળ મોકૂફ રાખવામાં આવી છે.
હવે થી તમામ દુકાનદારોને 97 ટકા થમ્બ ઇમ્પ્રેશન સાથે દુકાનમાંથી અનાજનું વિતરણ કરશે, આ સાથે જ દુકાનદારને 1 ક્વિન્ટલે 300 રૂપિયા કમિશન નક્કી કરવામાં આવ્યું છે. અને વિતરણ સમયે ઘટ એકથી દોઢ ટકા ગણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઘણી માગ સાથે રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ હડતાળ પર ઉતરેલા હતા. ભરૂચમાં પણ સસ્તા અનાજના વેપારીઓ હડતાળ પર ઉતરેલા હતા. અને અનાજ વિતરણ ને લઈ નવા નિયમ સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહેલો હતો. ત્યારે નવા નિયમો અંગે સસ્તા અનાજના વેપારીઓએ હડતાલ કરી હતી. અને વિવિધ પ્રશ્નોને લઇ 515 જેટલા દુકાનદારો હડતાળ પર ઉતરેલા હતા. જેઓએ હડતાળ મોકૂફ કરી કામગીર ફરી ચાલુ કરી છે. સરકાર સમક્ષ પડતર માગણીઓ સ્વીકારવામાં આવતી નહી હોવાથી દુકાન ધારકોએ અસહકારની ચળવળ શરૂ કરી હતી અને ચાલુ મહિનાનો જથ્થો સ્વીકાર્યો ન હતો. જેના કારણે સામા તહેવારે કાર્ડધારકોને હાલાકી પડી રહી છે.




