તાપી

કુકરમુંડાના ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામસભા અંગે 7 સભ્યોને જાણ ન કરાતા સભાનો સવારે બહિષ્કાર કર્યો ને સાંજે સરપંચ, તલાટી તેમજ 5 સભ્યો સહિત 25 લોકોએ ગ્રામસભા કરી લીધી

કુકરમુંડા તાલુકામાં ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ગત બીજી ઓક્ટોબરના રોજ સવારના 10 : 30 કલાકે ખાસ ગ્રામસભા રાખવામાં આવી હતી. ગ્રામસભા અંગે ગ્રુપ ગ્રામ પંચાયતના 12 સભ્યો પૈકી 07 સભ્યોને એજન્ટા આપવામાં આવ્યા નથી. અને ગ્રુ. ગ્રા. પંચાયતમાં સમાવેશ ગામડાઓના લોકોઓને પણ જાણ નહી કરાતા ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. પરંતુ સરપંચ અને તલાટી દ્વારા પોતાની મનમાની ચાલવીને ગ્રુ. ગ્રામ પંચાયતના માત્ર પાંચ સભ્યો અને 25 જેટલાં લોકોઓ સાથે સાંજના બિનકાયદેસર ગ્રામસભા રાખવામાં આવી હતી. જેથી ગ્રુ. ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને હોદ્દા પરથી દૂર કરવાની માંગ સાથે સભ્યો અને લોકોઓએ મામલતદારને આવેદન આપવામાં આવેલ છે.

ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતની કચેરીએ ગત રોજ સરપંચ અક્ષયભાઈ. ડી. નાઈકના અધ્યક્ષ સ્થાને સવારે 10:30 કલાકે ગ્રામસભા બોલાવવામાં આવી હતી. આ ગ્રુ. ગ્રામ પંચાયતમાં સમાવેશ ઈટવાઈ, પરોડ, પાટીપાડા, ઉદામગડી, ઉમજા, પીપરીપાડા, ઝીરીબેડા, ગંગથા અને ડાબરીઆંબા ગામોમાં ગ્રામ પંચાયતના 12 સભ્યો છે. તેમાંથી 05 સભ્યોને ગ્રામસભાના એજન્ટા આપવામાં આવ્યા હતા.અને 07 સભ્યોને કોઈ જાણ કે, એજન્ટા આપવામાં આવ્યા જ નથી. તેમજ ગામડાઓના લોકોને અને આગેવાનોને પણ જાણ કરવામાં આવી નથી. અને ગ્રામ પંચાયતના 20 થી 25 લોકોઓને ભેગા કરીને ગ્રામસભા ચાલુ કરવામાં આવતા જ ગ્રામ પંચાયતના સભ્યો અને લોકોઓ દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર કર્યો હતો. પરંતુ સરપંચ અને તલાટીએ પોતાની મનમાની ચાલવી ગ્રામ પાંચયતના 09 ગામનો લોકોઓ સહીત 07 સભ્યોને જાણ કર્યા વગર જ સાંજના ત્રણ વાગ્યાના સમયે બિન કાયદેસર ગ્રામસભા લેવામાં આવી હતી. જેથી લોકોઓની સમસ્યા જોડે ખિલવાડ કરવામાં આવેલ હોય તેમજ લોકોઓને ઠેસ પહોંચાડવામાં આવી હોવાથી સરપંચ અને તલાટીને હોદ્દા પરથી દૂર કરવાની માંગ સાથે ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યો અને લોકોઓ દ્વારા મામલતદારને આવેદન આપવાંમાં આવેલ છે.

Related Articles

Back to top button