ભરૂચ

વકફ બોર્ડને મળતા દાનમાંથી બાળકોને અલકાયદા અને જેહાદ જેવા કાર્યોમાં સામેલ કરાય છેઃ મનસુખ વસાવા

હાલમાં વકફ બિલ મૂદ્દે વિવાદ ઘેરો બની રહ્યો છે. અમુક લોકો એનો વિરોધ કરી રહ્યા છે. તો અમુક લોકો એનું સમર્થન કરી રહ્યા છે. ત્યારે આ તમામની વચ્ચે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ વકફ બીલ મુદ્દે વકફ બીલ સંબંધી સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલને 7 મુદ્દાનો પત્ર લખ્યો છે.

મનસુખ વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે વકફ સંપતિઓ પર અતિક્રમણને રોકવા આ બિલ જરૂરી છે. એપ્રિલ 2022 અને 2023 સુધી સી.પી.જી.આર.એ.એમ.એસના આંકડા મુજબ 566 ફરિયાદોમાંથી 194 વફ ભુમિ પર અવૈધ અતિક્રમણ અને હસ્તાંતરણ સંબંધિત તથા 93 ફરિયાદો વફ/ મુતવલ્લીઓ અધિકારીઓ વિરુદ્ધ હતી.

ન્યાયાધિકરણના કામકાજ પર નજર કરીએ તો 40 હજાર 951 કેસો હજુ બાકી છે. જેમાંથી 9 હજાર 942 કેસો મુસલમાનો દ્વારા વકફનું સંચાલન કરતી સંસ્થાઓની વિરૂદ્ધમાં દાખલ કરાયા છે. વકફ બોર્ડ પાસે 1.2 લાખ કરોડ કિંમતની 8 લાખ એકર જમીન છે. વકફ સંપત્તિઓના સંચાલનની સાથે વકફ બોર્ડને મળતાં દાનથી મસ્જિદમાં નાના બાળકોને અલકાયદા અને જેહાદ જેવા ગેરસામાજીક કાર્યોમાં સામેલ કરાય છે. સાંસદે પત્રમાં વધુમાં જણાવ્યા મુજબ એકવાર વકફ માટે સંપતિ જાહેર થાય એ હંમેશા વકફની જ બનીને રહી જાય છે.

એટલે ઘણા વિવાદ સામે આવ્યા છે. વર્ષ 2022માં તામિલનાડુમાં વકફ બોર્ડે હિંદુઓ દ્વારા વસાયેલ પુરેથી રુંચેનદુરઈ ગામ પર વકફ હોવાનો દાવો ઠોકી દીધો હતો. સુરત નગરનિગમ ભવન પર પણ વકફની સંપતિ હોવાનો દાવો કરાયો હતો. કલકત્તાના ટોલી ગંજ ક્લબ, રોયલ કલકત્તા ગોલ્ફ ક્લબ અને બેંગ્લોરમાં આઈટીસી વિંડસર હોટેલને પણ વકફની જમીન હોવાનો દાવો થયો હતો. આવી રીતે સામાન્ય માણસની જીવનભરની જમાં પુંજી પર વક્ક પોતાનો કબ્જો કરી લે છે. સાઉદી અરબ, મિશ્ર, કુવૈત, ઓમાન, બાંગ્લાદેશ અને તુર્કી દેશોની જેમ ભારતમાં પણ વક્ક સંપતિઓ પર સરકાર દ્વારા સ્થાપિત કાયદો અને સંસ્થાઓનું નિયંત્રણ હોવું જોઈએ.

Related Articles

Back to top button