માંડવી
માંડવીનો ગોડધાડેમ આ સિઝને ત્રીજીવાર છલકાયો

માંડવી તાલુકામાં ગોડધા ગામે આવેલ ગોડધા ડેમ ચોમાસાના છેવટના દિવસોમાં શરૂ થયેલા વરસાદી પાણીથી છલકાયો હતો. ડેમની આજુબાજુ પથરાયેલી હરિયાળી વચ્ચે છલકાતા ડેમથી સર્જાયેલા સૌંદર્યને નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા. ખેડૂતોમાં ખુશી આપી હતી, પરંતુ બીજી બાજુ ડેમ પર પાણી ફરી વળતા ડેમની બંને બાજુ રહેતા લોકોના જનજીવન પર અસર પડી હતી.




