
માંડવી તાલુકાના અમલસાડી ખાતે આવેલ હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ઓમ પ્રકાશ અગ્રવાલ (દાદા) સુરત તરફથી ધોરણ 9થી 12 માં છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી 92 છોકરીઓ અને 94 છોકરાઓ કુલ 186 બાળકોને સીવડાવીને એક જોડી યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતાં. સંચાલક મંડળના મંત્રી મનોજભાઈ દેસાઈ, નીલમ બા, દિનેશભાઈએ બાળકોને વિતરણ કર્યા હતા. બાળકોને ખુબ જ શિસ્તમાં રહી અભ્યાસ કરી શાળાનું નામ રોશન કરવા મંત્રી મનોજભાઈએ માર્ગદર્શન આપ્યું હતું. અંતે ઉચ્ચતર વિભાગના સિનિયર શિક્ષિકા શીતલબેન સાપરિયા એ કાર્યક્રમનું સંચાલન કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.




