દેશ

ચંદ્રયાન પછી સમુદ્રયાન મિશનની તૈયારીઓ પૂરજોશમાં

૬ કિમી ઉંડે જશે ૩ મરજીવાઓ

  • આ મહત્વકાંક્ષી મિશનની સબમરીનનું નામ મત્સ્ય ૬૦૦૦ રખાશે
  • સમુદ્રયાન મિશન ૨૦૨૬ સુધીમાં સાકાર થાય તેવી શકયતા

ચંદ્રયાન પછી ભારત હવે સમુદ્રયાન મિશનની તૈયારીઓ કરી રહયું છે. નામ પ્રમાણે જ મિશન દરિયાઇ સંશોધન સાથે સંકળાયેલું છે. ભારતના વૈજ્ઞાનિકો સમુદ્રની ઉંડાઇ સુધી પહોંચવાના ટ્રાયલનો આરંભ કરશે. સમુદ્રયાનનો હેતુ કોબાલ્ટ, નિકલ અને મેંગેનીઝ જેવી કીમતી ધાતુંઓ અને ખનીજો શોધવાનો છે

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ મરજીવા સંશોધકો સબમરીનમાં બેસીને ૬૦૦૦ મીટર ઉંડા પાણી નીચે જશે. રાષ્ટ્રીય મહાસાગર પ્રાધોગિકી સંસ્થાનના વૈજ્ઞાનિકો મત્સ્ય ૬૦૦૦ સબમરીન બનાવવા પ્રયત્નશીલ છે. આ મહત્વકાંક્ષી મિશનની સબમરીનનું નામ મત્સ્ય ૬૦૦૦ રાખવામાં આવશે. મત્સ્ય સબમરીન તૈયાર કરવામાં બે વર્ષ જેટલો સમય લાગશે. ૨૦૨૪માં ચેન્નાઇના કાંઠા નજીક બંગાળની ખાડીમાં આ સબમરીનનું ૫૦૦ મીટર ઉંડાઇએથી પરીક્ષણ કરવામાં આવશે.

આ મિશન ૨૦૨૬ સુધીમાં સાકાર થાય તેવી શકયતા છે. ગત સમયમાં પર્યટકોને ટાઇટેનિકનો કાટમાળ જોવા લઇ ગયેલી સબમરીને ટાઇટન ડૂબી ગયા બાદ ડિઝાઇનરો સબમરીનની ડિઝાઇન પર બારિકાઇથી નજર રાખી રહયા છે. દુનિયામાં અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાંસ અને ચીન જ માનવયુકત સબમરીન વિકસીત કરી શકયા છે. ભારતને જો સમુદ્રયાન અંર્તગત સફળતા મળશે તો દુનિયાનો છ્ઠો દેશ બનશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button