માંડવીના મોરીઠા ગામેથી દીપડો પાંજરે પુરાયો
અવાર-નવાર દીપડાઓ રહેણાંક વિસ્તારમાં આવી ચડવાથી સ્થાનિકોએ ભયનો માહોલ

સુરત જિલ્લામાંથી વધુ એક વખત દીપડો પાંજરે પુરાયો છે. માંડવીના મોરીઠા ગામે વન વિભાગ દ્વારા પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. પણ ગ્રામજાણો દ્વારા વન વિભાગ ઉપર શંકા-કુશંકા દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યું છે કે, “દીપડાઓ આવે છે ક્યાંથી? વન વિભાગ રહેણાંક વિસ્તારમાં દીપડાઓને આવતા કેમ રોકી શકતું નથી?
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના માંડવી તાલુકાના મોરીઠા ગામ ખાતે દીપડો પાંજરે પુરાયો છે. દીપડો દેખાતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. દરમ્યાન આજે વાઘયા ફળીયા નજીકથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.
મહત્વનું છે કે, સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતમાં દીપડા દેખાયા હોવાના અહેવાલો અવાર નવાર સામે આવતા રહે છે. ત્યારે વધુ એક દીપડો આખરે પાંજરે પુરાયો છે. છેલ્લા કેટલા સમયથી ગામની સીમમાં કદાવર દીપડો દેખાતા લોકોમાં ફફડાટ હતો. જો કે આખરે દીપડો પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. હાલ તો વન વિભાગની ટીમે દીપડાનો કબજો લઇને તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.




