
વાલોડ વિભાગ કેળવણી મંડળ સંચાલિત સ. ગો. હાઇસ્કૂલ અને દ.ન.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓએ વ્યારા કોલેજ ખાતે યોજાયેલ ખોખો સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં જિલ્લા કક્ષા સુધી શાળાના અંડર 14,15 અને 17 વિભાગની સ્પર્ધામાં વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું, જેમાં અંડર 17 ભાઈઓને ટીમ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બની હતી અને અંડર 14 ભાઈઓ અને અંડર 17 ની બહેનો જિલ્લા કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરેલ હતું. ખેલાડીઓ જિલ્લા કક્ષાએ પસંદ થઈ, રાજ્ય કક્ષાએ ભાગ લેશે. શાળાનું નામ રોશન કર્યું છે.




