
ગણેશ વિસર્જનના દિવસ જિલ્લના મુખ્ય મથક આહવા ખાતે બે યુવાનો વચ્ચે બીભત્સ ઇસારાઓ કરતા મારા મારી થઈ હતી. આ મારામારીમાં ભોગ બનનાર ઘાયલ થતાં ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે લઇ જવાયા હતા. જ્યાં ફરી બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ભાજપના નેતા દીપક પીપળે દ્વારા પોલીસને પણ માર મારી ધમકીઓ આપી હતી.
આ મારામારીમાં ભોગ બનનારના પિતાએ ભાજપના નેતા વિરૂદ્ધ આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ફરિયાદ નોંધાતા ડાંગ જિલ્લા ભાજપ દ્વારા વારંવાર શિસ્તનું પાલન ન કરવાની ફરિયાદ અને ગણેશ વિસર્જનના દિવસે કરેલ મારામારી બાદ થયેલ FIRને ગંભીર ગણાવી ભાજપ પક્ષમાંથી દીપકભાઈ અમૃતભાઈ પીપળેને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.




