
બારડોલી સુરત રોડ પર એક પાણીપુરી વેચી ગુજરાન ચલાવતી મહિલાને છેલ્લા ઘણા સમયથી બારડોલી તાલુકા ભાજપના કૌષાધ્યક્ષ ડૉ. કૌશલ વિનોદચંદ્ર પટેલ ધાકધમકી આપતા હતા. અને ગાડી આડી મૂકી ટ્રાફિકમાં અડચણરૂપ થતાં હતા. દરમ્યાન સોમવારે પણ નશાની હાલતમાં ગાળાગાળી કરી હતી. આ અંગે મહિલાએ બારડોલી ટાઉન પોલીસ મથકમાં ડૉ. કૌશલ પટેલ વિરુદ્ધ અરજી આપી હતી. જો કે પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરવાના બદલે ડૉ. કૌશલ વિરુદ્ધ પોલીસે પોતે જ ફરિયાદી બની માત્ર પીધેલાનો કેસ કર્યો હતો.




