માંડવી
માંડવી પોલીસને મળશે નવું અત્યાધુનિક પોલીસ સ્ટેશન
5.56 કરોડના ખર્ચે માંડવી પોલીસ સ્ટેશનના મકાનનું ખાતમૂહુર્ત

માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે રૂ.5. 56 કરોડના ખર્ચે નિર્માણ થનાર માંડવી પોલીસ સ્ટેશનનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. જેનાથી માંડવી તાલુકાના 149 ગામના લોકોને ફાયદો થશે. તડકેશ્વર અને કિમ ચોકડી વિસ્તારમાં બનતા બનાવોને ધ્યાને રાખીને વર્તમાન વર્ષે ઝંખવાવ ખાતે ડીવાય.એસ.પી. પોલીસ સ્ટેશન બની રહ્યું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, ડીવાય.એસ.પી. બી.કે. વનાર, માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર હિતેશ પટેલ, અગ્રણી ડો.વાસુદેવ, માંડવી પ્રાંત અધિકારી કૌશિકભાઈ જાદવ, માંડવી મામલતદાર મનીષભાઈ પટેલ, સામાજિક અગ્રણીઓ સહિત પોલીસ સ્ટાફ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.




