નિઝર સેવાસદનમાં અચાનક અફરા તફરીનો માહોલ સર્જાયો
સેવાસદનના દરવાજા પાસે મધપૂડો તૂટી પડતા સર્જાય ઘટના

કુદરત સામે અધિકારીઓ પણ લાચાર: મુખ્ય દરવાજાને બંધ કરી બીજા દરવાજાથી અધિકારી અને લોકોની અવરજવર
તાપી જિલ્લાનાં નિઝર તાલુકાના મુખ્ય મથક નિઝર ખાતે આવેલ સેવાસદનનાં મકાનની બારી પાસે બેઠેલો મધપૂડો બપોરનાં સમયે અચાનક તૂટી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
મધપૂડો પડતા જ તાત્કાલિક ધોરણે સેવાસદનમાં પ્રવેશ કરવાનો મુખ્ય દરવાજાને બંધ કરી દેવામાં આવ્યો હતો. સેવાસદનમાં આવેલ નિઝર પ્રાંત અધિકારીની કચેરી તેમજ મામલતદાર કચેરીનાં અલગ અલગ વિભાગની ઓફિસો, પોસ્ટ ઓફિસ સહીત ફરજ બજાવતા અધિકારી, કર્મચારીઓ અને સેવાસદનમાં ખાતે આવેલ ઓફિસોમાં કામકાજ માટે આવતા લોકો બીજા દરવાજાથી અવર જવર કરવા મજબૂર બન્યા હતા.
નિઝરનાં સેવાસદનનાં મકાનમાં બારી પાસે મધમાખીની મોટી સંખ્યા વાળો મધપૂડો હતો. જે મધપૂડો બપોરના આશરે એક થી દોઢ વાગ્યાંનાં સમયે અચાનક સેવાસદનમાં પ્રવેશ કરતા મેન દરવાજાની પાસે તૂટી પડ્યો હતો. જેથી સેવાસદન ખાતે આવેલ વિવિધ ઓફિસોમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીઓ, અને કામકાજ કરવા માટે આવતા લોકોઓમાં અફરા તફરીનો માહોલ જોવા મળી આવ્યો હતો. મધપૂડો નીચે પડી જતા મધમાખી કોઈને ડંખ ન મારી જાય તેથી સેવાસદનમાં પ્રવેશ કરવાનો મેઇન દરવાજાને બંધ કરી દેવામાં આવ્યો હતો. સેવાસદનમાં પ્રાંત અધિકારી, મામલતદાર અધિકારી અને જનસેવા કેન્દ્ર, ઈ-ધારા, પોસ્ટ ઓફિસ, નારી અદાલત જેવી ઓફિસો આવેલ છે. જેમાં ચાલુ ઓફિસોનાં દિવસે મોટી સંખ્યામાં લોકોઓ કામકાજ માટે આવતા હોય છે. ગત રોજ પણ સેવા સદનમાં ઓફિસો ચાલુ હતી. તે દરમ્યાન બપોરના સમયે અચાનક જ઼ મધપૂડો મેન દરવાજા પાસે તૂટી પડતા મધમાખી ઉડતા લાગી હતી. જેથી ઓફિસોમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા ઓફિસોમાં કામકાજ માટે આવતા લોકોઓમાં મધમાખી ડંખ મારી જવા ની ભીંતી છવાઈ ગઈ હતી. પરંતુ કોઈને મધમાખી ડંખનાં મારી જાય તે માટે મેઇન દરવાજો બંધ કરાયો હતો અને બીજા દરવાજાથી અધિકારી, કર્મચારીઓ, લોકોઓ માટે બીજો દરવાજા માંથી અવર જવર કરતા જોવા મળી આવ્યા હતા.




