2024ની સેમિફાઇનલ: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા.., આજે જનતા કોને સોંપશે ‘રાજ’?
આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થવાનો છે, સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે

- આજે મતગણતરી, ચાર રાજ્યમાં કોની સરકાર !
- છત્તીસગઢની 90 બેઠકોના ચૂંટણી પરિણામ આવશે
- રાજસ્થાનમાં 2534 ટેબલ પર મતગણતરી થશે
આજે 4 રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થવાના છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ માટે આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. જેમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. 8.30 વાગ્યે EVM મતોની ગણતરી શરૂ થશે.
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ
છત્તીસગઢની 90 બેઠકોના ચૂંટણી પરિણામ આવવાનો છે. જ્યાં 1181 ઉમેદવારોના ભાગ્ય ઈવીએમમાં કેદ થયો છે જે આજે ખુલવાનો છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જેમાં પ્રથમ 5139 પોસ્ટલ બેલેટની ગણતરી થશે, 8.30 વાગ્યાથી EVM મતોની ગણતરી શરૂ થશે. છત્તીસગઢમાં 72% મતદાન નોંધાયુ હતુ. અત્રે જણાવીએ કે, છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કડી ટક્કર છે. જ્યાં 2,03,80,079 મતદાતા છે તેમજ 33 કેન્દ્રો પર મત ગણતરી થશે.
એક્ઝિટ પોલ શું કહે
મધ્યપ્રદેશમાં જાહેર થશે જનતાનો ફેસલો
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ આજે આવવાનો છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે જેમાં 8.30 વાગ્યે EVM મતોની ગણતરી શરૂ થશે. અત્રે જણાવીએ કે, 230 બેઠકોના ચૂંટણી પરિણામ આવવાનું છે. આપને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ ચૂંટણીમાં 77.15% મતદાન નોંધાયુ હતુ જેમાં મુખ્ય ટક્કર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. જો કે, મતદાતાઓની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં 5,61,36,229 મતદાતા છે. 2899 ઉમેદવારો રાજકીય મેદાનમાં ઉતર્યા છે. 14-14 ટેબલ પર મત ગણતરી થશે અને મત ગણતરનીને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે. રાજ્યમાં કુલ 5061 ટેબલો પર મતગણતરી થશે અને 52 કેન્દ્રો પર મતગણતરી થશે.
એક્ઝિટ પોલ
રાજસ્થાનમાં સત્તા કે રિવાજ બદલાશે ?
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ માટે જોવાતી રાહનો અંત આવ્યો છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે તેમજ સૌપ્રથમ 4 લાખ 36 હજાર 664 પોસ્ટલ મતોની ગણતરી થશે. બાદમાં અન્ય રાજ્યની જેમ ઈવીએમ હાથમાં લેવાશે. રાજસ્થાનમાં 74.62% મતદાન નોંધાયુ હતુ. રાજસ્થાનની 199 બેઠકો પર કુલ 1863 ઉમેદવારો રાજકીય મેદાનમાં ઉતર્યા હતા. રાજ્યમાં 2534 ટેબલ પર મતગણતરી થશે. રાજ્યમાં કુલ 4245 રાઉન્ડમાં મત ગણતરી પુરી થશે જેમાં 36 કેન્દ્રો પર મત ગણતરીનું આયોજન છે. રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર પણ મજબૂત છે તેવું એક્ઝિટ પોલ બતાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં 183 મહિલા ઉમેદવારો મેદાને છે. તેમજ 737 અપક્ષ ઉમેદવારો પોતાનો નસીબ અજમાવ્યો છે. BSP 185 ઉમેદવારો લડી રહ્યા છે. જો રાજ્યમાં 5,26,80,545 મતદાતા છે.
સર્વેમાં શુ આંકડા
પાંચ વર્ષ કોની સરકાર ?
તેલંગાણાની જતાનો શુ છે મિજાજ તે આજે જાણવા મળશે. કારણ કે, પાંચ વર્ષ માટે કમાન કોના હાથમાં આપી છે તે આજે જાણવા મળવાનું છે. તેલંગાણામાં 71.34% મતદાન નોંધાયુ હતુ. 119 બેઠકોના ચૂંટણી થઈ હતી. તેલંગાણામાં BRS-ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. અહીં 3,17,32,727 મતદાતાઓ છે.
અનુમાન શું ?




