
ડાંગ જિલ્લા પંચાયતનાં આહવા તાલુકા પંચાયત હસ્તક આવતાં બોરખલ ગ્રામ પચાયતનાં ટેમ્બરૂનઘરટા ગામે વર્ષ- 2021-2022માં તાલુકા પંચાયતની વિવેકાધીન યોજનામાં રૂ 2.30 લાખનાં ખર્ચે એસ.ટી.પીકઅપ સ્ટેન્ડ બનાવાયું છે, જે પીકઅપ સ્ટેન્ડનું બાંધકામ માટીવાળી રેતી અને નિમ્ન કક્ષાની ઈંટથી બનાાવાયું છે.
આ સ્ટેન્ડમાં દિવાલ તો બનાવાઇ છે પરંતુ ભોંયતળિયે લાદી બેસાડવામાં આવી નથી. જયારે દિવાલનું પ્લાસ્ટર કે કલરકામ પણ થયું નથી. અહીં અધુરૂ કામે તકતી લગાવી સરકારની ગ્રાન્ટ ખવાઈ જતાં મુસાફરો આશ્રર્યમાં મુકાઈ રહ્યાં છે. પીકઅપ સ્ટેન્ડનું કામ હજુ અધુરૂં જ છે અને કામ પતી ગયું હોય તેમ તકતી લગાડી દીધી છે. આ બસ સ્ટેન્ડનું કામ અધુરૂ રહેતાં મુસાફરો માટે બિનઊપયોગી બની રહ્યું છે. સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા હોવાનું લાગી રહ્યું છે. આહવા ટીડીઓ અધિકારીઓ અને એજન્સી સામે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.




