
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કોયલીવાવ ગામથી સીંગલવાણ ગામની વચ્ચે એક ટ્રક આગ લાગીને સળગી ગઈ એમ જાણવા મળ્યું હતું. જે બાબતે આ ગાડીના વેપારીને શંકા જતા એને આજરોજ પોલીસમાં ફરિયાદ કરી છે.
આ બાબતે વેપારીએ પોલીસમાં ફરિયાદમાં જણાવ્યું કે, તેઓએ કર્ણાટકથી મરચાની બોરી આ ટ્રકમાં મોક્લી હતી, પરંતુ ટ્રક ડ્રાઈવર અને ક્લીનરએ લાખોના મરચાની બોરીઓ ક્યાંક સગેવગે કરી દઈ ટ્રક સળગાવી દીધી છે.
જેમાં મળતી માહિતી અનુસાર રાજેશ નુરુદ્દીનભાઇ પંજવાણી જિ.સુરેંદ્રનગરએ આપેલ ફરિયાદ મુજબ ટ્રક ચાલક દિનેશ હસુભાઇ બાવળીયા (રહે,ભીમગઢ જી.સુરેંદ્રનગર) અને આશિષ રમણિકભાઇ હીંગરાજીયાએ પોતાની ટ્રકમાં તેમના સુકા મરચાની બોરી નંગ-430 જેની કિંમત 12,22,442 રૂપિયા છે.
આ ટ્રક કર્ણાટક રાજ્યમાંથી સુકા મરચાની બોરી નંગ- 430 લઇ આવતી હતી. જે આ ક્યાંક સગેવગે કરી છે અને આ ટ્રક ડ્રાઈવર અને ક્લીનરે વેપારીની ટ્રક જાતે સળગાવી દીધી છે. લાખો રૂપિયાના મરચા ક્યાંક વેચી મારી નુકશાન કર્યું હોય એમ ફરિયાદ કરી છે. ડેડીયાપાડા પોલીસે આ બંને વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




