ભારત સામે ઝૂકી ગયું કતાર, 8 ભારતીયોને આપેલી ફાંસીની સજા રદ કરી, હવે તેમનું શું ભવિષ્ય
કતારમાં મોતની સજા પામેલા ભારતના 8 પૂર્વ નેવી અધિકારીઓને મોટી રાહત મળી છે. દોહા કોર્ટે તેમની સજા હળવી કરી છે.

- ભારત સામે ઝૂકી ગયો કતાર
- ભારતના 8 પૂર્વ નેવી અધિકારીઓની ફાંસીની સજા હળવી કરી
- પરિવારમાં છવાઈ ખુશીની લાગણી
- જાસૂસીના આરોપમાં દોહા કોર્ટે ફટકારી હતી ફાંસીની સજા
ઈસ્લામિક દેશોમાં જેનું મોટું નામ છે એવો કતાર પણ ભારત સામે ઝૂકી ગયો છે. કતારની કોર્ટે પહેલા 8 ભારતીયોને જાસૂસીના આરોપમાં મોતની સજા ફટકારી હતી પરંતુ ભારતના ઉગ્ર વાંધા બાદ તેને ઝૂકવું પડ્યું હતું. કતારમાં ફાંસીની સજા પામેલા ભારતના 8 પૂર્વ નેવી અધિકારીઓને મોટી રાહત મળી છે. કતારની કોર્ટે હવે તેમની સજા હળવી કરી છે. કતારની એક કોર્ટે આ 8 ભારતીયોને જાસૂસીના આરોપસર ફાંસીની સજા સંભળાવી હતી જે પછી ભારત સરકારે કતારની કોર્ટના આ ચુકાદા સામે ભારે નારાજગી વ્યક્ત કરીને તેમની સજા રદ કરવાનો આગ્રહ કર્યો હતો પરંતુ હવે કોર્ટે તેમની રાહત આપી છે.
ભારતીય વિદેશ મંત્રાલયે શું માહિતી આપી
ભારતીય વિદેશ મંત્રાલયે માહિતી આપતાં કહ્યું કે અમારી અપીલની અસર થઈ છે. દોહા કોર્ટે 8 ભારતીયોને સજા હળવી કરી છે હવે તેમને ફાંસીની સજા નહીં કરવામાં આવે.
જાસૂસીના આરોપસર કરાઈ હતી સજા
ભારતના 8 નેવી અધિકારીઓને જાસૂસીના આરોપસરમાં કતારમાં ફાંસીની સજા કરવામાં આવી હતી.
પરિવારોમાં છવાઈ ખુશી
કતાર કોર્ટના ફાંસીની સજા હળવી કરવાના ચુકાદા બાદ ભારતમાં રહેતા તેમના પરિવારમાં ખુશી છલકાઈ હતી. પરંતુ હવે ખરો સવાલ એ છે કે તેમનું ભવિષ્ય શું. તેમને છોડવામાં આવશે કે નહીં. કે પછી તેમને આજીવન જેલમાં રહેવું પડશે.




