તાપી

સીઆરપીએફ જવાનોની ચાંપતી સુરક્ષા વચ્ચે ઉકાઈ થર્મલના યુનિટ-6માંથી ત્રણ કોપરની કોન્ટેક્ટ એસેમ્બલી ચોરાઇ

સોનગઢ નજીક ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના છઠ્ઠા યુનિટમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમો બ્રેકરમાંથી રૂપિયા 21,000ની કિંમતની કોપરમાંથી નિર્મિત ત્રણ કોન્ટેક્ટ એસેમ્બલી ચોરી થઇ છે.આ અંગે મળેલી વિગત મુજબ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં એક્ઝિક્યુટિવ એન્જીનીયર તરીકે ફરજ બજાવતાં ચેતનભાઈ રામુભાઈ ચૌધરીએ ઉકાઈ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મૂજબ તેઓ ગત તા.પહેલી જાન્યુઆરીના રોજ સવારે તેઓ યુનિટ નંબર છ તરફ ગયા હતા અને ત્યાં બધી મશીનરી બરોબર કામ કરતી હતી.

જો કે બપોરે ચાર કલાકે સાથી કર્મચારીએ તેમને ફોન કરી જણાવ્યું કે યુનિટ છની ચીમનીની બાજુમાં આવેલાં પેનલ રૂમમાં એક બ્રેકર પેનલ ઓછી છે. જેથી સ્ટાફ દ્વારા વધુ તપાસ કરવામાં આવતાં બ્રેકર પેનલમાંથી એક બ્રેકર ટોઇલેટમાંથી મળી આવી હતી અને તેમાંથી કોપરની ત્રણ કોન્ટેક્ટ એસેમ્બલી ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ બ્રેકર પાસેથી એક પાનું પણ મળી આવ્યું હતું. તસ્કરોએ યુનિટ છના પેનલ રૂમમાં ઘુસી કોપર ની ત્રણ કોન્ટેક્ટ એસેમ્બલી કે જેની કિંમત રૂ.21,000ની મતાની ચોરી કરી નાસી ગયાં હતાં. આ ચોરી અંગે ઉકાઇ પોલીસમાં ગુનો દાખલ થયો હતો. અત્રે નોંધનીય છે કે ઉકાઈ થર્મલ વિસ્તારમાં હાલ સીઆરપીએફના જવાનો સુરક્ષા સંભાળી રહ્યાં છે ત્યારે પ્લાન્ટ માંથી આ રીતે કોપરની એસેમ્બલી ચોરી કરી નાસી જવામાં ચોરટા સફળ રહ્યા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button