રમતગમત

ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડકપમાં એક જ ગ્રુપમાં, મેચો અમેરિકામાં : આ ફોર્મેટમાં રમાશે તમામ મેચો

ભારત અને પાકિસ્તાનને આગામી ટી20 વર્લ્ડકપ માટે એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યું છે. જ્યારે નેપાલ માટે નવી મુશ્કેલી ઊભી થઈ શકે છે.

  • આગામી ટી20 વર્લ્ડ કપ માટે ગ્રુપ તૈયાર
  • 5-5 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવ્યું
  • ભારત અને પાકિસ્તાન બંને એક ગ્રુપમાં રહેશે

જૂન 2024માં USA અને વેસ્ટઈંડીઝની મેજબાનીમાં થનારાં ટી20 વર્લ્ડ કપનો શેડ્યૂલ સામે આવ્યો.  શેડ્યૂલને લઈને ઓફિશિયલ એનાઉંસમેન્ટ આજે સાંજે 7 વાગ્યે થશે પણ મીડિયા પાસે ગ્રુપ અંગેની માહિતી આવી ગઈ છે. ખાસ વાત તો એ છે કે આ વખતે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં સાથે રાખવામાં આવ્યું છે. આ ટૂર્નામેંટમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો છે.

નેપાલ માટે મુશ્કેલી

આ ગ્રુપને લીધે સૌથી મોટું નુક્સાન નેપાલને થતું દેખાઈ રહ્યું છે. નેપાલને આગામી ટૂર્નામેંટ માટે ગ્રુપ ઓફ ડેથ મનાતા ગ્રુપમાં સ્થાન મળ્યું છે. નેપાલની સાથે સાઉથ આફ્રીકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેધરલેંડ રહેશે. નેપાલે પણ ટી20 ક્રિકેટમાં છેલ્લાં થોડા મહિનાઓમાં સારી છાપ છોડી છે. તો સામે પક્ષે આ ગ્રુપની દરેક ટીમ ઘણી મજબૂત છે. તેવામાં આ તમામ વચ્ચે કાંટાની ટક્કર આવી શકે છે. આ ટૂર્નામેંટ માટે 5-5 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવ્યું છે.

ગ્રુપ અને ટીમ

  • ગ્રુપ A – ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ.
  • ગ્રુપ B – ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન.
  • ગ્રુપ C – ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, યુગાન્ડા, PNG.
  • ગ્રુપ D – દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, શ્રીલંકા, નેપાળ

ભારત-પાકિસ્તાન મેચ

ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ 9 જૂનનાં રોજ ન્યૂયોર્કમાં થઈ શકે છે. જ્યારે ટીમ ઈન્ડિયા 5 જૂનથી પોતાનો અભિયાન શરૂ કરી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button