વ્યારા ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહીને પગલે રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો
નિઝર અને કુકરમુંડામાં પોતાની હદની બહાર રેતી ખનન કરતી 11 નાવડી જપ્ત

તાપી જિલ્લાના નિઝર- કુકરમુંડા વિસ્તારમાં તાપી નદી ઉપર રેતી બહાર કાઢવાના કામગીરી પૂરજોશમાં લીઝ ધારકો દ્વારા કરાઈ રહી છે. જેમાં હદની બહાર નાવડી મૂકી રહેતી કરવાની ફરિયાદ અને લઈને તાપી જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા નિઝર અને કુકરમુંડા લીઝ વિસ્તારમાં બે દિવસથી ચેકિંગ હાથ ધર્યું હતું.તેમાં હદ બહારથી રેતી કાઢતી 11 નાવડી ઓને સીઝ કરી હતી તેમજ ચેકિંગ દરમિયાન ઓવરલોડ રેતી ભરેલી એક ટ્રક ઝડપી પાડી તેને દોઢ લાખનો દંડ ફટકાર્યો હતો. ભૂસ્તર વિભાગની કામગીરીને લઈને નીઝર, કુકરમુંડા વિસ્તારમાં રેતી માફિયામાં ફડફડાટ ફેલાઈ ગયો હતો.
તાપી જિલ્લામાં નિઝર અને કુકરમુંડા વિસ્તારમાં પસાર થતી તાપી નદી ઉપર વિવિધ ગામોમાં રેતી ની લીઝ આવેલી છે.જેમાં લીઝ ધારકો દ્વારા નિયત કરેલ નદી માં હદ ની બહાર જઈ નાવડી મૂકી રેતી કાઢી રહ્યા હોવાની ફરિયાદો તાપી જિલ્લા ભૂસ્તર વિભાગને મળી હતી. જેને લઇને તાપી જિલ્લા ભૂસ્તરઅધિકારી તનવીર સૈયદના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેક્ટર જયેશભાઈ માળી,માઈલ્ડ સુપરવાઇઝર અંકિતભાઈ પરમાર, સર્વેયર સચિન સથવારા અને ટીમ દ્વારા છેલ્લા બે દિવસથી નિઝર અને કુકરમુંડા વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરી છે.
જેમાં નવ જેટલી લીઝો ને ચેક કરતા જે દરમિયાન લીઝ ધારકો દ્વારા હદની બહાર જઈ રેતી કાઢતા હોય એવી 11 જેટલી નાવડી ઓ મળી આવતા ભૂસ્તર વિભાગે તેમને સીઝ કરવાની કામગીરી હાથ ધરી જતી હતી. નિઝર વિસ્તારમાં ચેકિંગ દરમિયાન રેતી ભરેલ ડમ્પર ભૂસ્તર વિભાગને મળી આવતા ભૂસ્તર વિભાગે ઓવરલોડ ડમ્પર ના માલિકને દોઢ લાખનો દંડ ફટ કરી દીધો હતો. તાપી જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા કરાયેલી કામગીરીને લઈને રેતી માફિયાઓમાં ફડફડાટ ફેલાઈ ગયો છે. ભૂસ્તર વિભાગ દ્વારા નાવડી ના માલિકોને નોટિસ આપવાની કામગીરી હાથ ધરાશે ત્યારબાદ તેમને દંડની કાર્યવાહી કરવામાં આવશે.




