છત્તીસગઢમાં જંગલ નિકંદનના વિરોધમાં વ્યારા સજ્જડ બંધ

- આડેધડ વૃક્ષોના નિકંદનની હિલચાલ સામે છત્તીસગઢના સ્થાનિકોએ ઉપાડેલી લડતમાં તાપી જિલ્લા આદિવાસી સમાજ પણ જોડાયો
- માર્ગો સૂ્મસામ; સોમવારે નગરની મહત્તમ દુકાનો અને વેપાર ધંધા સ્વૈચ્છિક રીતે બંધ રહ્યા
તાજેતરમાં છત્તીસગઢ રાજ્યના દેવ જંગલમાં વૃક્ષોના નિકંદન કરવાનું ચાલુ છે. જેને બંધ કરવા માટે સ્થાનિક આદિવાસી સમાજમાં વિરોધ થઈ રહ્યો છે. તાપી જિલ્લાના વ્યારા નગરમાં આદિવાસી યોદ્ધા સેના દ્વારા ગત 4 તારીખે તાપી જિલ્લા વન વિભાગના મારફતે રાજ્યપાલને આવેદન પત્ર આપ્યું હતું અને 8મી તારીખે વ્યારા બંધનું એલાન આપ્યું હતું. જે અંતર્ગત વ્યારા નગરમાં સવારથી સજજડ બંધ પાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો. બપોર સુધી વ્યારા બંધને પ્રતિસાદ મળ્યો હતો
તાજેતરમાં છત્તીસગઢ રાજ્યના હસદેવ જંગલમાં આવેલા વૃક્ષના યુદ્ધના ધોરણે નિકંદન કરવાનું કામ 21 માર્ચ 2023 થી ચાલુ છે જેના કારણે જળ, જંગલ, જમીનનું જતન કરી રહેલા આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. વિકાસના નામ પર છત્તીસગઢના હસદેવના જંગલો નિકંદન કાઢવાનું કામ વૃક્ષોને કાપીને નાશ કરી દેવાના લઈ છત્તીસગઢના આદિવાસી સમાજ નારાજ થયો હતો. જેનો પડઘો તાપી જિલ્લાના વ્યારા ખાતે પણ પડ્યો હતો.
આદિવાસી યોદ્ધા સમાજ દ્વારા છત્તીસગઢના હરદેવ જંગલમાં થયેલા વૃક્ષોના કટીંગ ને પગલે વિરોધ કર્યો હતો જેમાં આદિવાસી યોદ્ધાના અધ્યક્ષ અને પ્રમુખના અધ્યક્ષતામાં ગત ચાર તારીખે વ્યારા અધિક્ષકના મારફતે રાજ્યપાલને આવેદનપત્ર મોકલાવ્યું હતું તેમજ તે જ દિવસે આદિવાસી આદિવાસી યોદ્ધા સેના દ્વારા 8 તારીખે વ્યારા બંધનું એલાન આપ્યુંજે અંતર્ગત આજરોજ વ્યારા નગર અને તાલુકામાં સવારે દુકાનદારો અને વેપારીઓ, નાસ્તાની લારી ગલ્લા ચાલકો સહિત સ્થાનિક બજારો માં બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો. બીજી તરફ વ્યારા નગરમાં કાયદો અને વ્યવસ્થાનો બગડે એ માટે પોલીસ દ્વારા ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો હતો.
વ્યારા એપીએમસીમાં માર્કેટમાં બંધની અસર જોવા મળી વ્યારા નગરમાં આવેલા એપીએમસી માર્કેટમાં વ્યારા બંધની અસર જોવા મળી હતી. આગલા દિવસે જ વ્યારા બંધના એલાનની જાનને લઈને હજારો લોકોની અવરજવરથી સંકળાયેલું એપીએમસી માર્કેટ માં ઓછા લોકો ની ચળવળ જોવા મળી હતી. જોકે એપીએમસીના સંચાલકોએ જણાવ્યું હતું કે વ્યારા એપીએમસીમાં ખરીદ વેચાણનું કામ રાબેતા મુજબ કામકાજ ચાલુ હતું.
જંગલો કાપીને કોલસાની ખાણો બનાવવાનો વિરોધ
કોલસાની ખાણનો વિરોધ છત્તીસગઢમાં આવેલા હરદેવ જંગલને સ્થાનિક સરકારે જંગલો કાપી કોયલાની ખાણો બનાવવા માટેનો જે ઓર્ડર કર્યો છે. જેને લઇને છત્તીસગઢના આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે. જેના સમર્થનમાં આદિવાસી યોદ્ધા સેના દ્વારા રાજ્યપાલને રજૂઆત પણ કરી હતી અને આઠ તારીખે વ્યારા નગર અને તાલુકા બંધનું એલાન કર્યું હતું. > જયેશભાઈ વસાવા, આદિવાસી યોદ્ધા સેના અધ્યક્ષ




