બસ સ્ટેન્ડ બિનઉપયોગી બનતા ગ્રામજનો તેમાં ગાય માટે ભરી રહ્યાં છે ઘાસચારો

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારોમાં સરકારી યોજનાઓનો યોગ્ય આયોજન ન કરવામાં આવતા તે બિનઉપયોગી સાબિત થાય છે, તેનો ઉત્તમ ઉદાહરણ ગારખડી ગામે ત્રણ રસ્તા ઉપર બનાવેલ પીકઅપ બસ સ્ટેન્ડમાં બનાવેલ કેન્ટિંગમાં ઘાસ ચારો ભરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં આવેલ ગારખડી ગામ આસપાસના 15 ગામો માટે મધ્યમાં આવતો હોય અહીં માધ્યમિક શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતની કચેરીઓ આવેલ હોય આસપાસના ગામોના લોકો કામકાજ માટે આવતા હોય છે, તેમજ આહવા અને સુબિર થી એસ.ટી.બસ સેવા પણ ચાલુ હોય અહીં મુસાફરોને બેસવા તેમજ ચા નાસ્તા ની સગવડ મળી રહે તે માટે ગારખડી ત્રણ રસ્તા પર લાખ્ખો રૂપિયાના ખર્ચે પીકઅપ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ આ બસ સ્ટેન્ડ ગારખડી બસ સ્ટેન્ડના બદલે ગૌહાણ જતા માર્ગ ઉપર બનાવી દેતા લાખ્ખો રૂપિયાના ખર્ચ બાદ પણ એસટી બસના મુસાફરોને ઉપયોગી ન બનતા ગ્રામજન દ્વારા ગાય માટે ઘાસચારો ભરી ઉપયોગ કરાય રહ્યો છે. જ્યારે વહીવટી તંત્રએ ગારખડી ત્રણ રસ્તા પર બસ સ્ટેન્ડનો નામોનિશાન ન રહેતા સરકારી નાણાંનો ગેર ઉપયોગ થયો હોવાનું જણાય રહ્યું છે. ત્યારે ગારખડી ત્રણ રસ્તા પર જ્યાં જરૂરિયાત હતું ત્યાં બસ સ્ટેન્ડ નિર્માણ કરવાના બદલે અન્ય જગ્યાએ બસ સ્ટેન્ડ બનાવી તંત્ર દ્વારા કોનું ભલું કરવા સરકારી નાણાં નો વ્યવ કર્યો છે.




