તાપી

લોકો અને અધિકારીઓના પોતાના પૈસાનું મહત્વ છે! તો પછી સરકાર દ્વારા જાહેર જનતા માટે તૈયાર કરેલ સુવિધાઓની સાર સંભાળ માટે કોણ જવાબદાર?

નિઝર ખાતે તાલુકા પંચાયતની બાજુમાં ધૂળ ખાતા રમત-ગમતના સાધનો

  • વર્ષો પહેલા લાખોના ખર્ચે બનેલી પંચવટી શોભાના ગાંઠિયા સમાન

તાપીના નિઝર તાલુકાના મુખ્ય મથક નિઝર ખાતે તાલુકા પંચાયત કચેરીની બાજુમાં ઘણા વર્ષો પહેલા સરકાર દ્વારા લાખોના ખર્ચે નિઝર ગ્રામ પંચાયતની પંચવટી બનાવવામાં આવેલ છે.

જે પંચવટીના કેમ્પસની અંદર મોટા પાયે ઉગી નીકળેલ ઘાસચારાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તેમજ પંચવટીમાં આવતા બાળકોઓ માટે રમત-ગમતના સાધનો મૂકવામાં આવ્યા છે. તે પણ ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે અને પંચવટીના ફરતે કંમ્પાઉન્ડ વોલ, કેમ્પસની અંદર ગાર્ડન, બેસવા માટે બાંકડા સહીત વિવિધ સુવિધાઓનો અભાવ પણ છે.

સીધા સવાલો?

  • સરકારના પૈસાનો આવી રીતે વ્યય કરવાનો અધિકાર કોને?

  • શું અધિકારીઓની કોઈ જવાબદારી હોતી નથી?

  • શું પ્રજાજનની કોઈ જવાગદારી હોતી નથી?

  • શું હોવી જોઈએ વ્યવસ્થાપન?

જોકે હાલમાં આ પંચવટીમાં પ્રવેશ કરવાનો મુખ્ય દરવાજાને વાયરથી બાંધી દેવામાં આવેલ છે. બીજી તરફ આ પંચવટીના કેમ્પસની અંદર સિમેન્ટના પાઇપો મુકી દેવામાં આવતા. નિઝર ગામની પંચવટી જાણે પાઇપોનું ગોડાઉન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.

નિઝર ખાતે લાખોના ખર્ચે બનાવવામાં આવેલ આ પંચવટીની યોગ્ય જાળવણી નહિ કરાતા પંચવટી ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોથી નિઝર ગામની પંચવટીની જાળવણીમાં જવાબદારો નિષ્ક્રિય રહેતા. આ ખંડેર બની ગયેલ પંચવટીમાં નિઝર ગામના લોકોઓ ફરવા કે બેસવા પણ આવતા નથી. જેથી લોકોઓ માટે પંચવટી માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. નિઝર ગામની પંચવટીમાં હાલ પ્રવેશ કરતો દરવાજો તેમજ કેમ્પસની અંદર ધૂળ ખાઈ રહેલા બે રમત-ગમતના સાધનો જ જોવા મળી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button