
- ઈન્ડીયા ગઠબંધનના ઝટકા પર ઝટકા
- હવે જયંત ચોધરીની પાર્ટી RLD એનડીએમાં સામેલ
- લોકસભા ચૂંટણી પહેલા એનડીએ મોરચો તાકાતવર બન્યો
રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)ના અધ્યક્ષ જયંત ચૌધરીએ સોમવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટીએ એનડીએની સાથે જવાનો નિર્ણય કર્યો છે, જેનાથી ભારત ગઠબંધનને ઝટકો લાગ્યો છે. એનડીએમાં સામેલ થવાની અટકળો વચ્ચે ચૌધરીએ કહ્યું કે, એનડીએમાં સામેલ થવાનો નિર્ણય પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. ધારાસભ્યોની નારાજગી પર ચૌધરીએ કહ્યું કે અમે અમારા તમામ ધારાસભ્યો સાથે વાત કરી છે. અમારા તમામ ધારાસભ્યો અને કાર્યકરો અમારી સાથે છે.
કેમ જોડાયા એનડીએમાં
રાષ્ટ્રીય લોકદળના સ્થાપક અને પૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહે મોદી સરકારે ભારત રત્નની જાહેરાત કરી છે. મોદી સરકારના આ નિર્ણય બાદ આરએલડી એનડીએમા સામેલ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
જયંત ચૌધરીના દાદા ચરણસિંહ ચૌધરીને મળ્યો છે ભારત રત્ન
જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે ચૌધરી ચરણસિંહને ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. આ મારા માટે, મારા પરિવાર માટે અને ખેડૂત સમુદાય માટે ખૂબ જ સન્માનની વાત છે.
પશ્ચિમ યુપીની 27 બેઠકો પર આરએલડીનો દબદબો
પશ્ચિમ યુપીને જાટ, ખેડૂત અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર માનવામાં આવે છે. અહીં લોકસભાની કુલ 27 બેઠકો છે અને 2019ની ચૂંટણીમાં ભાજપે 19 બેઠકો જીતી હતી. જ્યારે 8 બેઠકો વિપક્ષી ગઠબંધને કબજે કરી હતી. જેમાંથી 4 સપા અને 4 બસપામાં આવ્યા હતા. જો કે આરએલડીને કોઇ બેઠક મળી ન હતી. જયંતને પણ પશ્ચિમ યુપીમાં જાટ સમુદાયનો ટેકો મળ્યો ન હતો. એટલું જ નહીં જયંત 2014ની ચૂંટણીમાં નિરાશ થયા હતા અને તેમને એક પણ બેઠક મળી ન હતી.




