પાણીબારા ગામની પ્રાથમિક શાળાના બાળકો માટે જર્જરિત હાલતમાં ઉભા ઓરડા જોખમી હોવા છતાં તંત્ર નિંદ્રામાં

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલ કેવડામોઇ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ પાણીબારા ગામની પ્રાથમિક શાળાના ત્રણ ઓરડાઓ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં શોભાના ગાંઠિયા સમાન ઉભા હોવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા આજ દિન સુધી ત્રણેય જર્જરિત ઓરડાઓને તોડવામાં આવેલ નથી. જર્જરિત ઓરડાઓથી ભવિષ્યમાં પાણીબારા ગામની પ્રાથમિક શાળાના બાળકો સાથે જીવલેણ ઘટના બને તો જવાબદાર કોણ ? તેવી ચર્ચાઓ સમગ્ર વિસ્તારમાં જોરશોરથી થઇ રહી છે.
પાણીબારા ગામની પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણના અંદાજિત 25 થી પણ વધુ બાળકોઓ અભ્યાસ કરે છે. જે શાળામાં આશરે 4 જેટલાં ઓરડાઓ આવેલ છે. તેમાંથી 3 ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. માત્ર એક જ ઓરડો સારો હોવાથી આ શાળાના ધોરણ -1 અને 2 માં ભણતર કરતા બાળકોઓ શાળાના કેમ્પસમાં આવેલ શેડના ઓટલા ઉપર બેસીને શિક્ષણ મેળવવા મજબુર બન્યા છે. બીજી તરફ ધોરણ- 3 થી 5ના બાળકોઓને એક જ ઓરડામાં બેસાડી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પ્રાથમિક શાળામાં ભણતર કરતા બાળકોઓના જીવના જખમે ઉભા ત્રણે જર્જરિત ઓરડાઓને તોડવા માટે જવાબદાર તંત્રને હજુ ખાતમુહર્ત નહિ મળતું તેમ લાગી રહ્યું છે. આ શાળાના જર્જરિત હાલતમાં આવેલા. ઓરડાનું ભવિષ્યમાં ધરાશાય થાય. તો શાળાના બાળકોઓ સાથે જીવલેણ ઘટના પણ બની શકે તેમ છે.
ઉલ્લેખનીય એ છે. કે, ગત રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ઉખલદા ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત હાલત આવેલ શૌચાલયની દિવાલ ધરાશાય થતા શાળામાં ભણતર કરતા ત્રણ બાળકોને ઇજાઓ પહોંચી હોવાની ઘટના બની ગઈ છે. કુકરમુંડા તાલુકાના પાણીબારા ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત હાલતમાં ઉભા ઓરડાઓનું ભવિષ્યમાં ધરાશાય થાય તો શાળામાં ભણતર કરતા બાળકોઓ સાથે પણ મોટી જાનહાનિની ઘટના બની શકે તેમ છે.




