તાપી

ટ્રાયબલ સબ પ્લાન હેઠળ લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટથી ઈટવાઈ ગામમાં પાણીની સુવિધા તો થઈ, પરંતુ આજે એ સુવિધાના નળમાં પાણી નહીં પણ હવા વહે છે

છેલ્લા 2 માસથી પાણી માટે ગ્રામજનો વલખા મારે છે

કુકરમુંડા તાલુકામાં આવેલ ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતના મુખ્ય મથક ઈટવાઈ ગામમાં ગામજનો માટે પીવાનું પાણી તેમજ ઘર વપરાશ કે પશુઓને પીવા માટે પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી સરકાર દ્વારા લાખોના ખર્ચે ટ્રાયબલ સબ પ્લાન વિભાગ અંતર્ગત ગત વર્ષ 2019/2020 માં મીની પાણી યોજના હેઠળ બોરવિથ 5 હજાર લિટરની ક્ષમતાવાળી સિન્ટેક્ષ ટાંકી, પાઇપ લાઈન, નળ કનેકશન સહીતની સુવિધા ઉભી કરવામાં આવેલ છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી પાણી સંગ્રહ કરવાની સિન્ટેક્ષ ટાંકી તૂટી જવાથી આ મીની પાણીની યોજના બંધ હાલતમાં છે. જેના કારણે ગ્રામજનોને પાણીની કઠિન સમસ્યા સહન કરવાનો વારો આવ્યો છે. ગ્રામજનોએ બીજા સ્થળે પાણી ભરવા જવું પડી રહ્યું છે. સરકારની હર ઘર નળ યોજનાનું આ ગામમાં સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારીના ભોગે સ્વપ્ન રોળાયું કહી શકાય.

સરકારે ઈટવાઈ ગામમાં ફળિયાના લોકોને ઘરે આંગણે પાણીની સુવિધા મળે તે માટે લાખોના ખર્ચે ટ્રાયબલ સબ પ્લાન વિભાગ હેઠળ મીની પાણી યોજનાની સુવિધા ઉભી કરવામાં આવી છે. પરંતુ પાણીની યોજના જ બંધ હોવાના કારણે લોકોને દોઢ, બે મહિનાથી આ મીની પાણીની યોજનાનો લાભ મળી રહ્યો નથી.

પાણી લેવા ગામમાં જ બીજા સ્થળે જવું પડે છે પાણી સંગ્રહ કરવા માટે મુકવામાં આવેલી પાંચ હજાર લીટરની સિન્ટેક્ષ ટાંકીની નીચેનું તળિયું છેલ્લા ઘણા દિવસથી તૂટેલી હાલતમાં હોવા છતાં પણ ગ્રુપ ગ્રામ પંચાયત ઈટવાઈના જવાબદારો તેમજ વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે. આ ગામમાં બંધ પડેલી પાણીની યોજનાને આજ દિન સુધી ચાલુ નહિ કરાતા. ફળિયાના લોકોને પાણી લેવા માટે ગામમાં જ બીજા સ્થળે જવું પડતું હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button