25 થી 30 ટન રેતી ભરેલા ટ્રકોના આવન જાવનથી કુકરમુંડા તાલુકામાં આવેલ બહુરૂપા ગામના ખેડૂતોને ભારે નુકશાન
રસ્તાના દુળની રજ પાકના પાંદડાઓ પર પડવાથી પાકનો વિકાસ અટકી જાય છે

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલ બહુરૂપા ગામની સીમા વિસ્તારમાંથી પસાર થતો ખેતરાડી રસ્તાને રેતી લીઝધારકો વાપરતા હોવાથી બહુરૂપા ગામના ખેડૂતોઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ગત રોજ બહુરૂપા ગામના ખેડૂતોઓ દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવેલ છે.
જેમાં જણાવ્યા મુજબ કુકરમુંડાના જુના બહુરૂપા ગામે તાપી નદીમાં બે રેતીની લીઝો મંજૂર થયેલ છે. જે પૈકી એક બંધ છે અને એક રેતીની લીઝ ચાલુ છે. જે રેતી લીઝનો રસ્તો અગાઉ નદીની સામે પારથી ચાલતો હોવાથી ખેડૂતોઓને કોઈ પણ જાતનો વાંધો કે તકલીફ પડતી ન હતી.
પરંતુ સરકારના નવા નિયમ મુજબ જિ. પી. એસ. ટેકિંગ મુજબ ગામનો જ રસ્તો વાપરવાનો હોય છે. તેવું લીઝ ધારકોનું કહેવું છે. પરંતુ બહુરૂપા ગામના ખેડૂતોઓ પાસે ખેતી કરવા માટે નવા બહુરૂપાથી જુના બહુરૂપા જવા આ રસ્તા સિવાય કોઈ વિકલ્પ નથી.
રેતી લીઝ ઘારકો જે રસ્તો વાપરતા હોય તે રસ્તો ખેતરાડી રસ્તો જ છે. આ કોમ્યુર્શીયલ રસ્તો નથી.જે રસ્તા ઉપરથી રેતીના 25 થી 30 ટન ભરેલા ભારે વાહનો પસાર થાય છે.
જેના લીધે આ રસ્તાની આજુબાજુમાં આવેલ ખેતરોઓમાં બાગાયતી પાકો જેવા કે, કેળા, પપૈયા, તરબૂજ, શક્કટેટી, ઘઉં, ચણા, મરચા પાકોને ભારે નુકસાન થઇ રહ્યું છે. રસ્તા પરથી રેતીના ભારે વાહનો બાગાયતી પાકોને નુકસાન થતા ખેડૂતોઓની આર્થિક પરિસ્થિતિ એક જ વર્ષમાં પડી ભાંગી તેમ છે. જેથી રેતી લીઝ ધારકો વર્ષોથી ચાલી આવેલ નદી પારનો રસ્તો વાપરે તેવી માંગ સાથે ખેડૂતોઓ દ્વારા તાપી કલેક્ટરને આવેદન આપ્યું છે.




