ત્રિકમ મારી ગયે 3 વર્ષ થયાં રે મનસુખ… પણ રોડ ન બન્યો ગીતે ભારે ધૂમ મચાવી
ઘૈરૈયાઓના ગીતની ધૂમ, કોલીવાડામાં હજી રસ્તો બન્યો નથી

આદિવાસી સમાજમાં હોળી-ધૂળેટીનું પર્વ અદકેરૂ મહાત્મય ધરાવતું હોય છે. હાલમાં ભરૂચ લોકસભા બેઠક ખૂબ ચર્ચામાં છે અને બંને આદિવાસી ઉમેદવારો વચ્ચે જંગ ખેલાવાનો છે. હોળીના પર્વ દરમિયાન આદિવાસી લોકો બ્રહમચર્ય પાળીને ઘેરૈયા બનતાં હોય છે. હાલમાં ઘૈરૈયાઓએ બનાવેલું એક ગીત સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહયું છે. આદિવાસી ઘેરૈયો મનસુખ વસાવા ત્રિકમ મારી રે ગયા, તીન તીન વરહ વીતીજી યે, રોડ ન બન્યા રે મનસુખ ગાય, જબરે યાદ કરતે યે, વલા વલા આવજ રે નું કહેણ કહી વિકાસની વરવી વાસ્તવિકતાને છતી કરતો નજરે પડી રહ્યો છે. આ વીડિયો નેત્રંગ તાલુકાનું કોલીવાડા જ્યાં ભાજપના 6 ટર્મના સાંસદ અને 7મી વખતના ભાજપના ઉમેદવાર 3 વર્ષ પેહલા ત્રિકમ મારી એક રસ્તાનું ખાતમુહૂર્ત કરી ગયા હતા. જોકે તે બાદ રસ્તો જ નહીં બનતા ઘેરૈયા આદિવાસીએ હાથમાં ગુજરી વગાડી મનસુખ વસાવાને જબરે યાદ કરતે યે, વેલા વેલા આવજ રે .. ગીત ગાય સાદ આપ્યો છે.



