દેશ
માફિયા ડોન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકના કારણે મોત
બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું નિધન થયું છે. જેલમાં તેમની તબિયત બગડ્યા બાદ તેમને ગંભીર હાલતમાં દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા.

બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું નિધન થયું છે. જેલમાં તેમની તબિયત બગડ્યા બાદ તેમને ગંભીર હાલતમાં દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મુખ્તાર અંસારી અચાનક બેરેકમાં બેભાન થઈને પડી ગયો હતો. આ પહેલા મંગળવારે તેમને રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા.




