વિશ્વ

કેનેડાની સંસદમાં ભારત વિરોધી પ્રસ્તાવ રજૂ, ભારતીય મૂળના સાંસદે હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈ લગાવ્યા આરોપ

જસ્ટિન ટ્રુડોના નેતૃત્વવાળી સરકાર કહે છે કે, ભારત કેનેડાના રાજકારણમાં દખલ કરી રહ્યું છે

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તાજેતરના સમયમાં કંઈ ખાસ રહ્યા નથી. આ દરમિયાન કેનેડા દ્વારા ભારત પર કેટલાક ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, જસ્ટિન ટ્રુડોના નેતૃત્વવાળી સરકાર કહે છે કે, ભારત કેનેડાના રાજકારણમાં દખલ કરી રહ્યું છે. લિબરલ પાર્ટીના સાંસદ સુખ ધાલીવાલે ખાનગી દરખાસ્ત રજૂ કરી છે. આ પ્રસ્તાવ દ્વારા ભારત પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

શું કહેવાયું છે પ્રસ્તાવમાં? 

ભારતીય મૂળના સાંસદ સુખ ધાલીવાલે 12 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કર્યો હતો. જેમાં એવું કહેવાય છે કે, કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની ધાર્મિક સ્થળ પર હત્યા કરવામાં આવી છે. આ હત્યામાં ભારતીય એજન્ટોના નામ સામે આવ્યા છે. ધાલીવાલના આ પ્રસ્તાવને ભારતીય મૂળના 6 અન્ય કેનેડિયન સાંસદોએ પણ સમર્થન આપ્યું છે. પ્રસ્તાવમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તે સ્પષ્ટ થાય છે કે કેનેડામાં અન્ય દેશોની દખલગીરી છે. આ દેશોમાં ભારત, ચીન, ઈરાન અને રશિયાનો સમાવેશ થાય છે.

જાણો શું હતો સમગ્ર મામલો ? 

ગયા વર્ષે કેનેડામાં ખાલિસ્તાની તરફી નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 18 જૂન, 2023ના રોજ સરેમાં કેટલાક સશસ્ત્ર લોકોએ આ હત્યાને અંજામ આપ્યો હતો. હત્યારાઓએ નિજ્જરને ધાર્મિક પાર્કિંગ વિસ્તારમાં ગોળી મારી હતી. જસ્ટિન ટ્રુડોની સરકારે આ હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કહ્યું કે આ હત્યા ભારત તરફથી જ કરવામાં આવી છે. જ્યારે ભારતે આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો. આ મામલે મોદી સરકાર તરફથી પુરાવા પણ માંગવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button