તાપી

સોનગઢ નગરપાલિકા દ્વારા દેવજીપૂરામાં આવેલાં સ્મશાન ગૃહ તરફ જતો રસ્તો સાવ બિસમાર હાલત બનાવવા માટે જવાબદાર કોણ?

સરકારના પૈસાને આવી રીતે ધૂળમાં ભલાવવા માટે જવાબદાર લોકોને ક્યારેયોગ્ય દંડ થશે?

સોનગઢ નગરપાલિકા દ્વારા દેવજીપૂરામાં આવેલાં સ્મશાન ગૃહ તરફ જતો રસ્તો સાવ બિસમાર થઈ ગયો હોય અહીંથી પસાર થતાં ડાઘુઓને મુશ્કેલી પડે છે. આ બાબતે રજૂઆત થઈ છે પણ રોડ રિપેર કરવામાં આવતો નથી.

સોનગઢના દેવજીપૂરાના આવાસ યોજનાની આગળ દેવરત્ન કોલોની તરફ જતાં રસ્તાની એક સાઈડથી આદિવાસી અને અન્ય સમાજનું સ્મશાન ગૃહ આવેલું છે. આ સ્મશાન ગૃહમાં આસપાસના ગામડાંના અને ફળિયાના લોકો પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર માટે આવતાં હોય છે. આ સ્મશાન ગૃહ તરફ જવા માટે ગત થોડા માસ પહેલાં પાકો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો પણ રસ્તો બનાવવામાં યોગ્ય કક્ષાનું મટિરિયલ વાપરવામાં ન આવ્યું હોય થોડા જ સમયમાં રસ્તો તૂટવા માંડ્યો હતો અને રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયાં છે. હાલ આ બિસમાર રસ્તાને કારણે સ્મશાન તરફ સ્વજન ની ડેડ બોડી લઈ લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે.નગર પાલિકા સોનગઢ આ રસ્તો તાકીદે રિપેર કરે એવી માગ ઉભી થઇ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button