બારડોલી
બારડોલીના સુરતી જકાત નાકા પાસે શાકભાજી ભરેલો ટેમ્પો થાંભલા સાથે અથડાતા પલટી મારી ગયો

બારડોલીમાં વહેલી સવારે શાકભાજી ભરેલો ટેમ્પો થાંભલા સાથે અથડાઈને પલટી મારી ગયો હતો. મહારાષ્ટ્રના નજીકથી લીલા ધાણા ભરીને એક બોલેરો પીકઅપ ટેમ્પો બારડોલીના સુરતી જકાતનાકાથી પસાર થઈ સુરત તરફ જઈ રહ્યો હતો. શુક્રવારે સવારે 05:00 વાગ્યાના સમયે ચાલક દ્વારા યોગ્ય ટર્ન ના લેવાતા પુરપાટ ઝડપે જતો ટેમ્પો કાબુ ગુમાવી રસ્તાની બાજુના વિજ પોલમાં ધડાકાભેર અથડાય અને પલટી મારીને ઊંધો વળી ગયો હતો. અકસ્માતમાં નજવી ઈજાઓ સાથે ચાલકનો આબાદ બાચાવ થયો હતો. ઘટના બનતાની સાથે જ ગણતરીના કલાકોમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.




