જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, 1 જવાન શહીદ, 4 ઘાયલ
જમ્મુ કાશ્મીરના પૂછમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો થયો છે જેમાં ઘણા જવાનો ઘાયલ થયા હોવાની ખબર હતી.

જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકી હુમલો થયો છે. સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ પૂછમાં આતંકીઓએ ઈન્ડીયન એરફોર્સના કાફલા પર ફાયરિંગ કર્યું હતું જેમાં ઘણા જવાનો ઘાયલ થયાં હતા તથા 1 જવાન શહીદ થયાં હતા. પૂછના સરનકોટના સનાઈ ગામ પાસે આ હુમલો થયો હતો. હુમલા બાદ આતંકીઓ ભાગી નીકળ્યાં હતા. પોલીસ સાથે મળીને ઈન્ડીયન એરફોર્સે તાબડતોબ ઓપરેશન ચલાવ્યું હતું.
ફાયરિંગમાં 5 જવાનો ઘાયલ
ફાયરિંગમાં 5 જવાનો ઘાયલઆતંકીઓના ફાયરિંગમાં એરફોર્સના 5 જવાનો ઘાયલ થયાં હતા સદનસીબે જાનહાની ટળી હતી. પૂંછની મુરી ખાતેની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા નજીક શંકાસ્પદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. બંદૂકધારી આતંકવાદીઓએ સરકારી શાળા નજીક એમઇએસ અને આઇએએફના વાહનો પર ગોળીબાર કર્યો હતો, જેના પગલે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. અનંતનાગ-રાજૌરી-પૂંછ લોકસભા ક્ષેત્રમાં ફાયરિંગ થયું હતું, જ્યાં ચૂંટણી પંચ દ્વારા ફરીથી મતદાન ગોઠવવામાં આવ્યું છે. હવે 25 મેના રોજ મતદાન યોજાશે.
બાંદીપોરામાં આતંકી ઠેકાણાનો પર્દાફાશ
આ દરમિયાન સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે અને ત્યાંથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. બાંદીપોરા પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ત્રીજી બટાલિયનના સંયુક્ત અભિયાન દરમિયાન ઉત્તર કાશ્મીર જિલ્લાના ચાંગલી જંગલ અરગામમાં મળેલા આતંકવાદી ઠેકાણામાંથી એકે શ્રેણીની રાઇફલ, ચાર મેગેઝિન સહિત શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો.




