માંડવી
બારડોલી-માંડવી રોડ પર કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર રસ્તા નીચે ઉતરતા વીજપોલ ભાંગ્યો

બારડોલી માંડવી રોડ પર કડોદ ગામની સીમમાં ગાંધી ગ્રાઉન્ડ પાસે માંડવી તરફથી બારડોલી તરફ આવી રહેલ કાર ચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલત રીતે હંકારી લાવ્યા હતાં. ગાંધી ગ્રાઉન્ડ નજીક ટર્ન હોય જે વળાકમાં ચાલક દ્વારા સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવી દેતા કાર વીજપોલ સાથે અથડાય હતી. જેથી વીજપોલ તૂટી ગયો હતો. ઘટના બાદ લોકો એકત્ર થઈ ગયા હતાં.




