માંગરોળ

તરસાડી નગરપાલિકાનાં કારોબારી અધ્યક્ષ શૈલેષ ગાંગાણી સામે નજીવી બાબતે સફાઈ કામદારને જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરતાં એટ્રોસીટી હેઠળ ફરિયાદ નોંધાઈ

માંગરોળના તરસાડી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષને રજૂઆત કરવા ગયેલા સફાઇ કામદાર પર ઉશ્કેરાય ગયેલા કારોબારી અધ્યક્ષે જાતિ વિષયક અપશબ્દો આપવાનાં મામલે કોસંબા પોલીસ મથકે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર હેમંતભાઈ રામજીભાઇ ચૌહાણ (રહે હથુરણ ગામ તા.માંગરોળ) તરસાડી નગરપાલિકામાં 103 સફાઇ કામદારોનાં સુપરવાઇઝર તરીકે નોકરી કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે સુપરવાઇઝર તરીકે નોકરી કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી હેમંતભાઈ અને સફાઈ કામદારો નગરપાલિકા કામદારોને કાયમી કરી લે જે માટે ધરણાં પર બેઠા હતા. ત્યાર બાદ નગરપાલિકા દ્વારા 42 જેટલા કામદારોને કાયમી અને 61 કામદારોને કોન્ટ્રાક્ટ પર રાખવાનું જણાવ્યું હતું. ત્યારે હેમંતભાઇ સહિતનાં કામદારોએ કારોબારી અધ્યક્ષ પાસે જઈ તમામ કામદારોને કાયમી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

જોકે કામદારોની ઉપરોક્ત નજીવી બાબતે ઉશ્કેરાઈ ગયેલા તરસાડી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ શૈલેષ ગાંગાણીએ હેમંતભાઈને અપશબ્દો આપી જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી અપમાનીત કર્યા હતા. તેમજ તેઓને ભયભીત કરી ધમકીઓ આપી હોવાનો આરોપ હેમંતભાઈએ કર્યો હતો. ત્યાર બાદ કામદાર હેમંતભાઇ દ્વારા સમગ્ર ઘટના અંગે કોસંબા પોલીસ મથકે ફરિયાદ કરતાં હાલ પોલીસે તરસાડી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ શૈલેષ ગાંગાણી વિરૂદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Related Articles

Back to top button